Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતનો અત્યાધુનિક કમ્યુનિકેશન ઉપગ્રહ જીસેટ-૨૦ અવકાશમાં તરતો મુકાયો

  • November 20, 2024 

ભારતનો અત્યાધુનિક કમ્યુનિકેશન ઉપગ્રહ જીસેટ-૨૦ સોમવારે મોડી રાતે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સના ફાલ્કન-૯ રોકેટની મદદથી અવકાશમાં તરતો મુકાયો હતો. ભારતીય અવકાશ સંસ્થા ઈસરોએ તેનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે. અત્યંત અત્યાધુનિક કમ્યુનિકેશન સુવિધા ધરાવતો આ ઉપગ્રહ ચીન અને પાકિસ્તાનના જોખમો સામે અંદમાનથી લક્ષદ્વિપ સુધી ભારતનો ચોકીદાર બનશે. ઈસરોની કમર્શિયલ પાંખ ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ)નાં સૂત્રોએ જણાવ્યું હતું કે, જીસેટ-એન૨ સેટેલાઇટનું વજન ૪,૭૦૦ કિલો છે. જીસેટ-એન૨ સેટેલાઇટ ૧૪ વર્ષ સુધી કાર્યરત રહેશે. જીસેટ-એનટુ એટલે કે જીસેટ-૨૦ સેટેલાઇટનો હેતુ ભારતમાં સેદેશા વ્યવહારની સુવિધા વધુ સક્ષમ બનાવવાનો છે.


આ સિવાય ભારતના સ્માર્ટ સિટી મિશન માટે જરૂરી કમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેટા ટ્રાન્સમિશન ક્ષમતા જોડવાની છે. વધુમાં આખા ભારતમાં બ્રોડબેન્ડ સર્વિસિસનો વધુ વિસ્તાર થાય અને ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટીનો પણ ફાયદો થાય તેવો હેતુ છે. એટલે કે નજીકના સમયમાં ભારતમાં ફ્લાઈટમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે. જીસેટ-એન ૨ સેટેલાઇટનું વજન ૪,૭૦૦ કિલો છે. સેટેલાઈટનું વજન ખૂબ ભારે હોવાથી ભારતે સ્પેસ એક્સ કંપનીના આધુનિક રોકેટ ફાલ્કન-૯ની મદદથી તેને આકાશમાં તરતો મૂક્યો છે. હાલ ઇસરો પાસે આવા ભારેભરખમ સેટેલાઇટને તરતો મૂકી શકે તેવા શક્તિશાળી રોકેટ નથી. હાલ ઇસરો પાસે ચાર(૪) ટન વજનના સેટેલાઇટને તરતા મૂકી શકાય તેવાં રોકેટ છે.


જીસેટ-એન ૨ સેટલાઇટનું વજન૪.૭ ટન જેટલું ભારેભરખમ છે. જોકે ઇસરો હાલ આ સેટેલાઇટના વજન કરતાં પણ બમણા વજનના સેટેલાઇટને તરતા મૂકી શકે તેવા નેક્સ્ટ જનરેશન વેહિકલ શ્રેણીનાં અત્યાધુનિક રોકેટ્સ બનાવી રહ્યું છે. જીસેટ-૨૦ની વિશેષતા એ છે કે તે કેએ બેન્ડ્સ ઉપગ્રહ છે, જેના ૩૨ યુઝર બીમ બંગાળની ખાડી, હિન્દ મહાસાગરમાં અંદામાન-નિકોબાર ટાપુ અને અરબ સાગરમાં લક્ષદ્વિપ સહિત સમગ્ર ભારતીય ઉપમહાદ્વિપ પર નજર રાખશે. તેમાં ૮ નૈરો સ્પોટ બીમ પૂર્વોત્તર ક્ષેત્ર માટે જ્યારે ૨૪ વાઈડ બીમ બાકીના ભારત માટે સમર્પિત છે. આ સેટેલાઈટની મદદથી ભારત ચીન-પાકિસ્તાન જેવા દેશોના જોખમો પર નજર રાખી શકશે.


જીસેટ-એન૨ સેટેલાઇટ જીઓ-સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (જીટીઓ)માં સફળતાથી પહોંચી ગયો છે. સાથોસાથ સેટેલાઇટનું સમગ્ર નિયંત્રણ  ઇસરોના માસ્ટર કન્ટ્રોલ ફેસિલિટી (એમસીએફ)એ લઇ લીધું છે.હાલ સેટેલાઇટ શિસ્તબદ્ધ રીતે કામગીરી કરી રહ્યો છે. અગાઉ ૨૦૨૨ની ૨૩,જૂને ફ્રેન્ચ ગુઆનાના કોઉરાઉ નામના સ્પેસ સ્ટેશન પરથી  જીસેટ-૨૪ સેટેલાઇટ પણ સફળતાથી તરતો  મૂકવામાં આવ્યો હતો. સેટેલાઇટમાં ત્રણ પેરાબોલિક ૨.૫ મીટર રિફ્લેક્ટર્સ નામના વૈજ્ઞાનિક  ઉપકરણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application