Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક વિકાસમાં ભારતનો હિસ્સો વધી 18 ટકા થશે

  • October 21, 2023 

આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક વિકાસમાં ભારતનો હિસ્સો વધીને 18 ટકા પર આવી જવાની ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. ભારતના અર્થતંત્રના થઈ રહેલા ઝડપી વિકાસને પગલે આ ધારણાં આવી પડી છે. વૈશ્વિક વિકાસમાં ભારતનો હિસ્સો જે હાલમાં 16 ટકા છે તે 2028 સુધીમાં વધી 18 ટકા પર આવી જશે એમ ફન્ડના એશિયા તથા પેસિફિક વિભાગના ડાયરેકટર કૃષ્ણા શ્રીનિવાસને જણાવ્યું હતું. ચીનની સરખામણીએ ભારતના ઝડપી આર્થિક વિકાસ દરને કારણે વૈશ્વિક વિકાસમાં ભારતના હિસ્સામાં વધારો થશે.



જોકે અર્થતંત્રના કદની દ્રષ્ટિએ ભારત ચીન કરતા હજુ ઘણું પાછળ છે. 2028 સુધીમાં ચીનનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ વધી 23.61 ટ્રિલિયન ડોલર પહોંચશે જ્યારે ભારતનો આ આંક 5.94 ટ્રિલિયન ડોલર રહેશે. 2023 તથા 2024માં વૈશ્વિક વિકાસમાં ભારત તથા ચીનનો સંયુકત હિસ્સો પચાસ ટકા જેટલો હશે. વર્તમાન તથા આગામી વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 6.30 ટકા રહેવા આઈએમએફ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. ભારતની આકર્ષક આર્થિક પ્રગતિ છતાં વૈશ્વિક આર્થિક વિકાસના એન્જિન તરીકે નજીકના ભવિષ્યમાં તે ચીનનું સ્થાન મેળવી શકશે તેવી શકયતા જણાતી નથી. પ્રાપ્ત આંકડાઓ આવું સૂચવતા નથી, એમ એચએસબીસી હોલ્ડિંગ્સના એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application