વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હી ખાતે 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને સંબોધિત કરી હતી. ISC2023ની થીમ ‘મહિલા સશક્તિકરણ સાથે ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ આવી રાખવામાં છે. સાયન્સ કોંગ્રેસની વાર્ષિક સમિટમાં ટકાઉ વિકાસ, મહિલા સશક્તિકરણ અને તેને હાંસલ કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકાના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, આ વખતે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની થીમ પણ એક એવો વિષય છે જેની વિશ્વમાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ટકાઉ વિકાસ સાથે જ વિશ્વનું ભવિષ્ય સુરક્ષિત છે. એટલા માટે આપણે ટકાઉ વિકાસની થીમને મહિલા સશક્તિકરણ સાથે જોડી છે.
આજે દેશની વિચારસરણી માત્ર એ જ નથી કે, વિજ્ઞાન દ્વારા મહિલાઓનું સશક્તિકરણ થવું જોઈએ, પરંતુ વિજ્ઞાનને પણ મહિલાઓની ભાગીદારીથી સશક્ત બનાવવું જોઈએ. વિજ્ઞાન અને સંશોધનને નવી ગતિ આપવી, આ મારો ઉદ્દેશ્ય છે. તે ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આગામી 25 વર્ષમાં ભારત જે ઊંચાઈ પર હશે તેમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેમણે કહ્યું કે, જ્યારે વિજ્ઞાનમાં જુસ્સા સાથે દેશ સેવા કરવાના સંકલ્પને જોડવામાં આવે છે. ત્યારે પરિણામો પણ અભૂતપૂર્વ મળે છે. આજનુ ભારત જે વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ વધી રહ્યું છે તેના પરિણામો પણ આપણે જોઈ રહ્યા છીએ. ભારત વિજ્ઞાનના ક્ષેત્રમાં ઝડપથી વિશ્વના ટોચના દેશોમાંનો એક બની રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500