ભારતનું પડોશી દેશ શ્રીલંકા અત્યાર સુધીની સૌથી ખરાબ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકા પાસે હાલ અનાજ, ક્રૂડ ઓઈલ, ખાતર સહિતની જરૃરી વસ્તુઓ ખરીદવા પણ નાણાં નથી. એવામાં ભારત તેની મદદે આવ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત માટે પડોશી ધર્મ પહેલો છે. શ્રીલંકાની વર્તમાન સ્થિતિ પર ભારતની નજર છે અને તે પડોશી દેશને શક્ય તમામ મદદ કરશે.
ભારતે આ વર્ષે અત્યાર સુધીમાં શ્રીલંકાને 3.8 અબજ ડોલરની મદદ કરી છે. આ સિવાય ભારત ખાવા-પીવાની વસ્તુઓ, દવાઓ, ખાતર જેવી પાયાની જરૃરિયાતો પૂરી પાડતું રહ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, શ્રીલંકા ભારતનો પડોશી દેશ છે અને તેની સાથે ઐતિહાસિક સંબંધો હોવાના કારણે ભારત તેના લોકતંત્ર, સ્થિરતા અને આર્થિક સ્થિતિમાં સુધારા માટે તેની સાથે ઊભું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500