Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારત દુનિયાની ફાર્મસી બની ગયું છે..

  • December 01, 2020 

જ્યારે દુનિયામાં કોવિડ-19 માટે રસી વિકસાવવા માટેની હોડ જામી છે, ત્યારે ભારત આ રસીને વિકસાવવા અને એનું ઉત્પાદન કરવામાં આત્મનિર્ભર બનવા આતુર છે. જ્યારે ભારતની ઓછામાં ઓછી પાંચ ફાર્માસ્યુટિકલ કંપનીઓ રસી વિકસાવવામાં સંકળાયેલી છે, ત્યારે પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટની પસંદગી ઓક્સફર્ડ-એસ્ટ્રા ઝેનેકા દ્વારા વિકસાવવામાં આવેલી કોવિડશીલ્ડ રસીનું જંગી ઉત્પાદન કરવા માટે પસંદગી થઈ છે. સરકારે માગ પૂર્ણ કરવા માટે કોવિડ-19 રસીના ઉત્પાદન અને ડિલિવરીની મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરવાની કામગીરી શરૂ કરી છે.

 

 

 

પ્રધાનમંત્રી ભારતમાં રસીના વિકાસની કામગીરીની પ્રગતિ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યાં છે. તેમણે શનિવારે અમદાવાદમાં ઝાયડસ, પૂણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને હૈદરાબાદમાં ભારત બાયોટેકના પ્લાન્ટની મુલાકાત લીધી હતી તેમજ આજે પૂણેની જેનોવા બાયોફાર્મા તથા હૈદરાબાદમાં બાયોલોજિકલ ઇ અને ડો. રેડ્ડીસ લેબોરેટરીઝ દ્વારા વિકસાવવામાં આવેલી સ્વદેશી રસીની પ્રગતિની વર્ચ્યુઅલ સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ નિયમનકારી પ્રક્રિયાઓ અને સંબંધિત બાબતો માટે કંપનીઓને તેમના સૂચનો અને વિચારો રજૂ કરવા જણાવ્યું હતું. તેમણે એવું સૂચન પણ કર્યું હતું કે તેમણે રસી વિશે અને એની અસરકારકતા જેવી સંબંધિત બાબતો વગેરે પર સરળ ભાષામાં સામાન્ય જનતાને માહિતી આપવા વધારે પ્રયાસો કરવા જોઈએ. રસી આપવા માટે લોજિસ્ટિક્સ, પરિવહન, કોલ્ડ ચેઇન વગેરે સાથે સંબંધિત બાબતોની ચર્ચા પણ થઈ હતી.

 

 


રૂ. 900 કરોડનું મિશન કોવિડ સુરક્ષા પ્રોત્સાહન પેકેજ

 

 

ભારત સરકારે સ્વદેશી ધોરણે રસી વિકસાવવા પ્રોત્સાહન આપવા મિશન કોવિડ સુરક્ષા માટે રૂ. 900 કરોડનું પ્રોત્સાહન પેકેજ આપવાની જાહેરાત કરી છે. કોવિડ-19 રસી વિકસાવવા માટેનું અભિયાન સંપૂર્ણપણે નૈદાનિક વિકાસ મારફતે પૂર્વ નૈદાનિક બાબતોથી લઈને એને બજારમાં મૂકવા માટે ઉત્પાદન અને નિયમનકારી સુવિધાઓ સુધીની સંપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનાથી રસીના વિકાસને વેગ આપવા ઉપલબ્ધ તમામ અને ફંડેડ સંસાધનોનો સંગઠિત કરી શકાશે. અન્ય મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ સામાન્ય સંવાદિત આચારસંહિતા, તાલીમ, ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ, નિયમનકારી પેટાઅભિયાનો, આંતરિક અને બાહ્ય ગુણવત્તાનું વ્યવસ્થાપન કરવાની વ્યવસ્થાઓ અને માન્યતાઓને ટેકો આપવાનો રહેશે.

 

 

 

આ ગ્રાન્ટ ભારતીય કોવિડ-19 રસીના સંશોધન અને વિકાસ માટે બાયોટેકનોલોજી વિભાગને પ્રદાન કરવામાં આવશે તથા સુનિશ્ચિત કરવામાં આવશે કે તેઓ તમામ નિયમનકારી મંજૂરીઓને આધિન રહીને જાહેર આરોગ્ય વ્યવસ્થામાં પ્રસ્તુત કરવા માટે ઝડપથી કામગીરી કરે. અત્યાર સુધી શૈક્ષણિક અને ઔદ્યોગિક એમ બંને સ્તરે બાયોટેકનોલોજી વિભાગ દ્વારા કુલ 10 વેક્સિન કેન્ડિડેટને ટેકો આપવામાં આવ્યો છે તથા અત્યાર સુધી પાંચ વેક્સિન માનવીય પરીક્ષણના તબક્કામાં છે.

 

 

ભારતની ફાર્મા ક્ષમતામાં દુનિયાનો વધતો જતો રસ

 

 

100 દેશોના પ્રતિનિધિઓ 4 ડિસેમ્બરના રોજ પૂણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને જેનોવા બાયોફાર્માની મુલાકાત લેશે. સ્વીડને ભારતની ‘દુનિયાની ફાર્મસી’ તરીકેની ભૂમિકાને માન્યતા આપી છે તથા કોરોનાવાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય અને જીવન વિજ્ઞાનના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સાથસહકારને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દરમિયાન લક્ઝમબર્ગ સ્થિત કંપની બી સિસ્ટમ્સે પોર્ટેબલ વેક્સિન રેફ્રિજરેશન ઇક્વિપમેન્ટનું ઉત્પાદન કરવા ભારત સાથે જોડાણ કર્યું છે, જે ભારતમાં રસીના વિતરણની સમસ્યાનું સમાધાન કરશે. અહીં યાદ કરી શકાય છે કે, પ્રધાનમંત્રી મોદીએ 19 નવેમ્બરના રોજ લક્ઝમબર્ગના પ્રધાનમંત્રી ઝેવિયર બીટ્ટલ સાથે વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું, જે દરમિયાન તેમણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સાથસહકાર વધારવા માટે પાયો નાંખ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application