Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતનાં ખાદ્ય તેલનાં આયાતકારો દ્વારા જુનમાં 17.60 લાખ ટન આયાત નોંધાઈ

  • August 04, 2023 

બ્લેક સી મારફત પૂરવઠાની અનિશ્ચિતતાને ધ્યાનમાં ભારતનાં ખાદ્ય તેલનાં આયાતકારો દ્વારા આયાતમાં વધારો કરાતા ગયા મહિને 17.60 લાખ ટન સાથે ખાધ્ય તેલનો આયાત આંક વિક્રમી રહ્યો હતો. આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખી દેશની રિફાઈનરીઓ સ્ટોકસ કરી લેવાનો વ્યૂહ ધરાવે છે. ભારત વિશ્વમાં ખાદ્ય તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. ભારતની આયાત વધતા મુખ્ય નિકાસકાર દેશો ઈન્ડોનેશિયા અને મલેશિયા ખાતે ખાધ્ય તેલના સ્ટોકસમાં ઘટાડો થવામાં મદદ મળી છે. વર્ષ 2021-22નાં તેલનાં માર્કેટિંગ યરમાં ભારતની ખાધ્ય તેલની મહિનાની સરેરાશ આયાત 11.70  લાખ ટન રહી હતી, એમ સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ' એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી)નાં સુત્રોએ જણાવ્યું હતું.



જૂનનો આયાત આંક 13 લાખ ટન રહ્યો હતો. પામ ઓઈલની આયાત જે જૂનમાં 6.83 લાખ ટન રહી હતી તે જુલાઈમાં વધી 10.09 લાખ ટન રહી હતી. પામ ઓઈલની આયાત જુલાઈમાં સાત મહિનાની ઊંચી સપાટીએ રહી હતી. સોયા તથા સનફલાવરની સરખામણીએ પામ ઓઈલ સસ્તું મળી રહ્યું હોવાથી રિફાઈનરીઓ દ્વારા તહેવારો પૂર્વે તેની ખરીદી વધી ગઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતના આયાતકારો ખાધ્ય તેલનો પૂરતો સ્ટોકસ જાળવવાના પ્રયત્નો કરી રહ્યા છે જેથી તહેવારો સમયે માલની અછત ન સર્જાય એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. સનફલાવર તેલની આયાત જૂનની સરખામણીએ 73 ટકા વધી 3.30 લાખ ટન રહી હતી જે છેલ્લા છ મહિનાની સૌથી વધુ છે. જો કે સોયાઓઈલની આયાત 22 ટકા ઘટી હોવાનો અંદાજ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application