અરુણાચલ પ્રદેશ પાસેના LAC પર ચીન દ્વારા કાવતરા ઘડવામાં આવી રહ્યા છે. જેનો જવાબ આપવા માટે ભારતે 2000 કિલોમીટર લાંબી મેકમોહન લાઇન પર પહેલી વખત ફ્રંટિયર હાઇવે બનાવવાનું નક્કી કર્યું છે. જેનું કામ ટૂંક જ સમયમાં શરૂ કરી દેવામાં આવશે. આ હાઇવે પાછળ આશરે 40 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ હાઇવે ચીન સાથેની ભારતની પુરી સરહદે તૈયાર કરવામાં આવશે. દેશની સુરક્ષા સાથે જોડાયેલા અહેવાલોએ મીડિયાને જણાવ્યું હતું કે, ફ્રંટિયર હાઇવે ભૂતાન સાથે અરુણાચલ પ્રદેશના મગોથી શરૂ થઇને તવાંગ, અપર સુબાનસરી, સિયાંગ, દેબાંગ વેલી અને કિબિથૂથી પસાર થઇને મ્યાંમાર સરહદેથી પસાર થાય છે.
અરુણાચલ પ્રદેશમાં અગાઉથી જ બે નેશનલ હાઇવે તૈયાર કરવામાં આવી રહ્યા છે. ટ્રાંસ અરુણાચલ હાઇવે અને ઇસ્ટ-વેસ્ટ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરનો સમાવેશ થાય છે. આ રીતે અરુણાચલ પ્રદેશના ત્રણેય હાઇવેને અરુણાચલ પ્રદેશના 6 ઇંટર કોરિડોર હાઇવે સાથે જોડવામાં આવશે. જેનાથી અરુણાચલ પ્રદેશના દૂરના વિસ્તારો કે જ્યાં કનેક્ટિવિટી નથી ત્યાં તેને જોડવામાં મદદ મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500