Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક બન્યો : છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં વેલ્યુ એડિશનમાં 20 ટકાનો વધારો

  • August 16, 2023 

ભારતમાં મોબાઈલ ફોનના વેંચાણમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે ઉત્પાદન પણ સતત વધી રહ્યું છે ત્યારે હવે ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક બની ગયો છે. ભારત સરકારનાં આંકડાઓ મુજબ આ વર્ષે મોબાઈલ ફોનની નિકાસ લગભગ 90 હજાર કરોડ રૂપિયાથી વધુ હતી જે એક રેકોર્ડ છે. ભારત સરકારે એપ્રિલ 2020માં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ઘટકોને પ્રોત્સાહન આપવા માટે પ્રોડક્શન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ શરુ કરવામાં આવી હતી. આ સ્કીમને કારણે ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન જેવી વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન કંપનીઓએ તેમના સપ્લાયર્સ ભારતમાં શિફ્ટ કર્યા છે.



આ કારણે ભારતમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. CMAIનાં અધ્યક્ષ એનકે ગોયલે કહ્યું કે Apple i-Phoneએ આજે ​​ભારતમાં મોબાઈલ હેન્ડસેટ બનાવવાનું વિશ્વનું સૌથી મોટું નામ છે. Apple માટે 3 કંપનીઓ મોબાઈલ ફોન બનાવી રહી છે. આ સિવાય સેમસંગની દુનિયામાં સૌથી મોટી ફેક્ટરી ભારતમાં છે. આ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ ભારતમાં મોબાઈલ હેન્ડસેટનું ઉત્પાદન કરી રહી છે. આ ક્ષેત્રમાં વિદેશી મૂડીરોકાણ વધવાથી ભારત વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમમાં જોડાઈ ગયું છે અને તેના કારણે ભારત વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે.



ભારતમાં આ યોજનામાં ઉત્પાદિત મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક્સ સામાનના પાંચ વર્ષ સુધી વધતા વેચાણ પર 3 ટકાથી 6 ટકા પ્રોત્સાહન આપવાની જોગવાઈ છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના જણાવ્યા અનુસાર આ યોજનાના સમયગાળા દરમિયાન કુલ 7 હજાર કરોડનું રોકાણ, 8,12,550 કરોડ સુધીનું ઉત્પાદન, 4,87,530 કરોડ રૂપિયા સુધીની નિકાસ અને બે લાખ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડનાં જણાવ્યા અનુસાર ઉત્પાદન લાઇન ઈન્સેન્ટિવ સ્કીમને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં વેલ્યુ એડિશનમાં 20 ટકાનો વધારો થયો છે. આ પ્રોત્સાહક યોજના વધુ 2 વર્ષ સુધી ચાલુ રહેશે. ભારતમાં મોબાઈલ હેન્ડસેટનું ઉત્પાદન આગામી સમયમાં વધુ ઝડપથી વિસ્તરશે અને વધુ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application