ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, ચીન અને રશિયાનાં સભ્યપદવાળા બ્રિક્સ સંગઠનમાં હવે નવા 6 દેશોને સામેલ કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ઈજિપ્ત, ઈથિયોપિયા, સાઉદી અરબ, આર્જેન્ટિના, સાઉદી અરબ અને ઈરાનને BRICS સંગઠનમાં સામેલ કરવામાં આવ્યા છે. નવા સભ્યો જોડાયા બાદ આ સંગઠનને બ્રિક્સ પ્લસ કહેવાશે. માહિતી અનુસાર દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આ દેશોનું સભ્યપદ તારીખ 1 જાન્યુઆરી, 2024થી લાગુ પડશે. ભૌગોલિક ફેક્ટરને નવા સભ્યોની ચૂંટણી દરમિયાન સૌથી વધુ મહત્ત્વ અપાયું છે.
તેના માધ્યમથી એવો પ્રયાસ કરાયો છે કે બ્રિક્સની અંદર પ્રાદેશિક સંતુલન જળવાઈ રહે. બ્રિક્સ સંગઠનમાં ચીન તેના સમર્થક દેશોને સામેલ કરવા માગતું હતું જેથી આ સંગઠનને G-7 વિરુદ્ધ ઊભું કરવામાં આવી શકે. જોકે ભારતે તેના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું. બ્રિક્સમાં સામેલ તમામ દેશો સાથે ભારતના ઘણા સારા સંબંધો છે. અહેવાલ મુજબ, ભારત અને ચીન વચ્ચે વિવાદ હોવા છતાં, તમામ બ્રિક્સ સભ્ય દેશો તેના વિસ્તરણ પર સહમત છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ આજે આ સભ્યોની જાહેરાત કરી છે. આ પહેલા ઓછામાં ઓછા 20 દેશોએ ઔપચારિક રીતે બ્રિક્સમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાંથી 4 આફ્રિકાનાં હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500