Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાલઘરનાં વાઢવણનાં દરિયા કાંઠે કૃત્રિમ બેટ બનાવી ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવાશે

  • March 02, 2025 

મુંબઈનાં પાલઘર જિલ્લાના વાઢવણના દરિયા કાંઠે હજારો કરોડના ખર્ચે બંધાઈ રહેલા દેશના મોટામાં મોટા પોર્ટ પાસે સમુદ્રમાં કૃત્રિમ બેટ રચીને તેની ઉપર એરપોર્ટ બાંધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. સૂચિત એરપોર્ટને કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર તરફથી પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે. હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સહાયથી આ એરપોર્ટ વ્યવહારૂ બની રહેશે કે નહીં એ વિશે અભ્યાસ શરૂ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઢવણના દરિયામાં એરપોર્ટની સૂચિત યોજનાનો સંકેત આપ્યો હતો.


વાઢવણમાં 70 હજાર કરોડથી વધુ ખર્ચે દેશના મોટા કન્ટેનર પોર્ટનું નિર્માણ થવાનું છે. એટલે વાઢવણને એક્સસપ્રેસ-વે, હાઈવે તેમજ ડેડિકેટેડ રેલ ફ્રેટ કોરિડોરથી સાંકળવામાં આવશે. આ સાથે જ પોર્ટ નજીક એરપોર્ટની ખૂબ જ આવશ્યકતા છે. આ એરપોર્ટથી કાર્ગો પ્લેનની અવરજવર થઈ શકાશે, એટલું જ નહીં શિપિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશ- વિદેશના લોકો ચાર્ટર્ડ ફલાઈટમાં પહોંચી શકે એ માટે પણ વિમાનમથક જરૂરી છે. દરમ્યાન વાઢવણ પાસે બે હેલિપેડ બાંધવાની યોજનાને આ અગાઉ મંજૂરી મળી ગઈ છે.


મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટથી વાઢવણ 125 કિલોમીટર દૂર છે. એટલે મુંબઈના એરપોર્ટ પરથી વાઢવણ સુધી હેલિકોપ્ટર અથવા ચાર્ટર્ડ પ્લેનમાં ગણતરીની મિનિટોમાં  પહોંચી શકાશે. આ કારણથી વાઢવણ એરપોર્ટનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. હોંગકોંગનું ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ જપાનના ઓસાકાનું કાનસાઈ એરપોર્ટ આજ રીતે સમુદ્રમાં કૃત્રિમ બેટ પર બાંધવામાં  આવ્યું છે. આ બે એરપોર્ટ પરથી પ્રેરણા લઈને વાઢવણમાં કૃત્રિમ બેટ પર વિમાનમથકની યોજના ઘડવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application