કોરોના મહામારીના કારણે મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેક્ટરને ગંભીર અસર થતા નાણાકીય વર્ષ 2020-21 માં ભારતના જીડીપીમા 7.7 ટકાનો ઘટાડો થશે તેમ સરકાર દ્વારા જારી કરવમાં આવેલા અંદાજમાં જણાવવામાં આવ્યું છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2020-21 માં રિયલ જીડીપ 134.40 લાખ કરોડ રૂપિયા રહેશે. નાણાકીય વર્ષ 2019-20મા જીડીપીનો પ્રોવિઝનલ એસ્ટિમેટ 145.66 લાખ કરોડ રૂપિયા હતો. એનએસઓના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં રિયલ જીડીપીની વૃદ્ધિ માઇનસ 7.7 ટકા રહેવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2019-20માં જીડીપીમાં 4.2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જોકે જીડીપીમાં ઘટાડો આઇએમએફ અને વર્લ્ડ બેંક જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ રજૂ કરેલા અંદાજ જેટલો મોટો થશે નહીં.
એનએસઓના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2020-21 માં રિયલ ગ્રોસ વેલ્યુ એડેડ(જીવીએ) 123.39 લાખ કરોડ રહેશે. જે નાણાકીય વર્ષ 2019-20 માં 133.01 લાખ કરોડ રૂપિયા હતું. જે ચાલુ નાણાકીય વર્ષમાં 7.2 ટકાનો ઘટાડો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2020-21માં મહત્ત્વપૂર્ણ મેન્યુફેકચરિંગ સેક્ટરના જીવીએમા 9.4 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. ગયા વર્ષે આ સેક્ટરના જીવીએમાં 0.03 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. માઇનિંગ તથા સર્વિસ સેક્ટરમાં અનુક્રમે 12.4 ટકા અને 21.4 ટકાનો ઘટાડો થયો છે. કન્ટ્રકશન સેક્ટરમાં 12.6 ટકાનો ઘટાડો થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ ખેતી, ફોરેસ્ટ્રી અને ફિશિંગ સેક્ટરમાં 3.4 ટકાની વૃદ્ધિ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2019-20માં આ સેક્ટરમાં 4 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500