Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં ઇન્ડી ગઠબંધનની 10થી વધારે બેઠકો પર જીત થશે : કોંગ્રેસ નેતા મુકુલ વાસનીક

  • April 29, 2024 

કોંગ્રેસનાં પ્રભારી મુકુલ વાસનીકનો ગુજરાતમાં મતદાનને લઈ મહત્વનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાતમાં ઈન્ડિયાગઠબંધનની10 થી વધારે બેઠકો પર જીત થશે. તેમજ ગુજરાતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતનાં નેતાઓ પ્રચાર માટે આવશે. તેમજ તેઓને મતદારો પર સંપૂર્ણ ભરોસો છે. તેમજ જે રીતે હાલ અમે ગુજરાતમાં લોકોની પ્રતિક્રિયા જોઈ રહ્યા છીએ. તે જોતા હું મીડીયાનેજણાવીશ કે ગુજરાતમાં 10 જેટલી સીટો પર કોંગ્રેસનાં ઉમેદવાર જીતશે. ત્યારે આજે ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ બાબતે કોંગ્રેસનાં ગુજરાત પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે પ્રિયંકા ગાંધી તેમજ રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે. તેમજ ગુજરાતનાં તમામ લોકસભા સીટો પર અમારા વરિષ્ઠ નેતાઓ દ્વારા પણ પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application