Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશ્વનું સૌથી ઉંચુ યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયર પર ‘ભારત માતા કી જય’નાં નારા સાથે સ્વાતંત્રતા દિવસની ઉજણવી કરાઈ

  • August 15, 2023 

વિશ્વનું સૌથી ઉંચુ યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયર ‘ભારત માતા કી જય’નાં ​​નારાથી ગૂંજી ઉઠ્યું હતું. આજે ભારતીય સૈનિકોએ સિયાચીન ગ્લેશિયર પર 77માં સ્વાતંત્રતા દિવસની ઉજણવી કરતા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આજે સૈનિકોએ સ્વતંત્રતા દિવસ પર જમ્મુથી લદ્દાખ સુધીના દરેક આગળના ક્ષેત્રમાં દેશની ખાતર દરેક બલિદાન આપવાના તેમના સંકલ્પને પુનરાવર્તિત કર્યો હતો. સરહદી વિસ્તારોમાં ગર્વથી ત્રિરંગો ફરકાવતા સુરક્ષા જવાનોએ દુશ્મનોને પોતાની મર્યાદામાં રહેવાનો સ્પષ્ટ સંદેશ પણ આપ્યો હતો. જમ્મુ કાશ્મીર અને લદ્દાખની સુરક્ષા માટે જવાબદાર સેનાના ઉત્તરી કમાન્ડનાં આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સૈનિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.



આ દરમિયાન સ્વતંત્રતા દિવસ પર બોર્ડર રોડ અને સેનાએ પણ દેશવાસીઓને ઘણી ભેટ આપી હતી. દેશના 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને લદ્દાખમાં બીજા વ્યૂહાત્મક રોડ લિકારુ-મિગ લા-ફૂકચેનું નિર્માણ શરૂ કર્યું. લદ્દાખમાં 19400 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવનાર આ રોડ ઉમલિંગ લાથી ઊંચો હશે, જે આ ક્ષેત્રમાં વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ છે. સ્વતંત્રતા દિવસ પર, સેનાએ કાશ્મીરનાં મચ્છલ નાલામાં એલ.ઓ.સી. પરના છેલ્લા ગામ દન્નાનાં લોકોને 115 ફૂટ લાંબો પુલ ભેટમાં આપ્યો હતો. વીર ચક્ર વિજેતા શહીદ મેજર ભગત સિંહને સમર્પિત, બ્રિજનું ઉદ્ઘાટન 1971નાં યુદ્ધના અનુભવી મિયાં ગુલ ખાને રિબન કાપીને કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application