નવસારી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગણદેવી તાલુકાના બિલીમોરા સ્થિત વી.એસ.પટેલ કોલેજ ખાતે કરાશે. આ અંગે નવસારી કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં આયોજન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપી જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટર દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અસરકારક આયોજન માટે જે જવાબદારીઓ સોંપવામાં આવી છે તેને સુપેરે નિભાવી ઉજવણીને સાર્થક કરવા અપીલ કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ નવસારી જિલ્લાના તમામ સરકારી કચેરીઓમાં રોશની કરવામાં આવશે.
તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા થકી દેશની આન બાન અને શાન તિરંગાને લહેરાવવામાં આવશે. તાલુકા કક્ષાના કાર્યક્રમોના આયોજન માટે જિલ્લા અને તાલુકા કક્ષાની આયોજન સમિતિની રચના કરવા સાથે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500