Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પૂણેમાં ગુલિયન-બેરી સિન્ડ્રોમના કેસની સંખ્યામાં વધારો

  • February 12, 2025 

મહારાષ્ટ્રના પૂણેમાં ગુલિયન-બેરી સિન્ડ્રોમના કેસની સંખ્યામાં વધારો થઈ ગયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે પૂણે વિસ્તારમાં ગુલિયન-બેરી સિન્ડ્રોમના શંકાસ્પદ અને પુષ્ટ મામલાની સંખ્યા 197 સુધી પહોંચી ગઈ છે. આ નર્વ ડિસ-ઓર્ડરના પાંચ અન્ય દર્દીઓની જાણકારી મળી છે. હેલ્થ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું કે પૂણેમાં પાંચ દર્દીઓમાં 2 નવા મામલા અને 3 ગત દિવસોના મામલા સામેલ છે. આ બિમારીથી દેશમાં અત્યાર સુધી કુલ સાત લોકોના મોત થઈ ગયા છે.


મુંબઈમાં જીબીએસ સિન્ડ્રોમ વાઈરસથી પહેલુ મોત નીપજ્યું છે. મુંબઈના નાયર હોસ્પિટલમાં વૃદ્ધનું વાઈરસના કારણે 53 વર્ષની ઉંમરમાં મૃત્યુ થયું હતું. 197 કેસમાંથી 172માં GBS થી જોડાયેલી સારવાર કરવામાં આવી છે. લગભગ 40 દર્દી પૂણે મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તારોથી છે, 92 PMC માં નવા જોડાયેલા ગામોથી 29 પિંપરી ચિંચવાડ નાગરિક સરહદથી, 28 પૂણે ગ્રામીણથી અને આઠ અન્ય જિલ્લાથી છે. 104 દર્દીને રજા આપવામાં આવી છે, 50 આઈસીયુમાં અને 20 વેન્ટિલેટર સપોર્ટ પર છે.' આ વિસ્તારમાં GBS ના કારણે થનારા શંકાસ્પદ મોતની સંખ્યા સાત પર છે. જીબીએસ એક દુર્લભ સ્થિતિ છે, જેમાં વ્યક્તિની ઈમ્યૂન સિસ્ટમ પેરિફેરલ નર્વ્સ પર હુમલો કરે છે, જેના પરિણામસ્વરૂપ માંસપેશીઓમાં કમજોરી, પગ અને હાથમાં સેન્સેશનનું નુકસાન, સાથે જ ગળવામાં કે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે.


શું છે ગુલિયન બેરી સિન્ડ્રોમ...

ગુલિયન બેરી સિન્ડ્રોમ એક રેર ન્યૂરોલોજિકલ બિમારી છે. સામાન્યરીતે આના કેસ જોવા મળતાં નથી. ડોક્ટર્સ અનુસાર આમાં પેરીફેરલ નર્વ્સ ડેમેજ થઈ જાય છે. આ કારણે હાથ અને પગમાં કમજોરી આવવા લાગે છે. આ એક ગંભીર ન્યૂરોલોજિકલ બિમારી છે. દરમિયાન જો સમયસર તપાસ અને સારવાર કરવામાં આવે તો દર્દી સંપૂર્ણરીતે ઠીક થઈ શકે છે.


લક્ષણ...

ગુલિયન બેરી સિન્ડ્રોમની શરૂઆત સામાન્યરીતે હાથ અને પગમાં કળતર અને કમજોરીથી થાય છે. આ લક્ષણ ઝડપથી ફેલાઈ શકે છે અને લકવામાં બદલાઈ શકે છે. આના શરૂઆતના લક્ષણ આ હોઈ શકે છે જેમાં હાથ, પગ, પગની ઘૂંટી કે કાંડામાં કળતર, પગમાં કમજોરી, ચાલવામાં કમજોરી, સીડિઓ ચઢવામાં મુશ્કેલી, બોલવા, ચાવવામાં કે ખોરાક ગળવામાં મુશ્કેલી, આંખોનું ડબલ વિજન કે આંખોને હલાવવામાં મુશ્કેલી, અત્યંત દુખાવો, ખાસ કરીને સ્નાયુઓમાં દુખાવો, પેશાબ અને કબજિયાતની સમસ્યા અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application