સમગ્ર દેશમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે. આ મોંઘવારી વચ્ચે ખાદ્ય ચીજોનાં ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો. ચોખા, ઘઉં, લોટ અને દાળ સહિત તમામ સામાનોની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનામાં રિટેલ બજારમાં ઘઉં અને દાળનાં ભાવ 5 ટકા અને 4 ટકા સુધી વધી ગયા છે. પામ ઓયલ સિવાય લગભગ તમામ ખાદ્ય તેલોની કિંમતોમાં પણ આ દરમિયાન સામાન્ય વૃદ્ધિ જોવા મળી છે. ચોખાની કિંમતોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.
એક વર્ષ પહેલા ઘઉંનાં ભાવ 28.19 રૂપિયા પ્રતિ કિલો હતા પરંતુ આ વર્ષે આના ભાવ વધતા ગયા. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલે મંત્રી પીયૂષ ગોયલે ગુરૂવારે એક પ્રશ્નનાં લેખિત જવાબમાં કહ્યુ, દેશમાં ઘઉં અને દાળ જેવી જરૂરી વસ્તુઓની સરેરાશ રિટેલ કિંમતોમાં તાજેતરના મહિનાઓમાં કોઈ ઝડપી અને સતત વૃદ્ધિ થઈ નથી. તા.6 ડિસેમ્બરે ઘઉંની સરેરાશ રિટેલ ભાવ એક મહિના પહેલાના 30.50 રૂપિયાની તુલનામાં 31.90 રૂપિયા કિલો થઈ ગયા. ઘઉંની કિંમતોમાં વધારો થાય એટલે તેની અસર લોટની કિંમતો પર પણ થાય છે. લોટની કિંમત એક મહિના પહેલા 35.20 રૂપિયાની તુલનામાં 6 ટકા વધીને 37.40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
જયારે દાળની કિંમતમાં પણ ગયા એક મહિનામાં 2 ટકાનો વધારો થયો છે. એક મહિના પહેલા ચણા દાળનો સરેરાશ ભાવ 110.90 રૂપિયા પ્રતિ કિલો હતો તો તા.6 ડિસેમ્બરથી આ 112.80 રૂપિયા પ્રતિ કિલો ભાવે વેચાઈ રહી છે. બીજી તરફ અડદ દાળની કિંમતોમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. લગભગ એક વર્ષ પહેલા અડદની દાળનો ભાવ 103.8 રૂપિયા પ્રતિ કિલો હતો. પરંતુ આજનાં સમયમાં આનો ભાવ 112.75 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. એક મહિના પહેલા ચોખાનો ભાવ 38.12 રૂપિયા પ્રતિ કિલો હતો પરંતુ આજે આની કિંમત 38.33 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500