ચાલુ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. દાલ લેકમાં પણ પ્રવાસીઓની સંખ્યા વધી છે. જેના કારણે હાઉસ બોટનાં માલિકોને સારી આવક થઇ છે. હોટેલના માલિકો પણ ખુશ છે. હોટેલ માલિકોનાં જણાવ્યા અનુસાર દિલ્હી, સુરત અને કોલકાતા સહિતનાં ભારતના મોટા ભાગના વિસ્તારોમાંથી પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીર આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાંથી કલમ 370 દૂર કરવામાં આવ્યા પછી અનેક અનિશ્ચિતતાઓ હતી. ત્યારબાદ કોરોનાને કારણે પ્રવાસ ઉદ્યોગને મોટો ફટકો પડયો હતો. જોકે ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે અને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1.62 કરોડ લોકોએ રાજ્યની મુલાકાત લીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application