ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક ઉપલબ્ધ બનતા આજે સોમવારે સવારે ઉકાઈ ડેમની જળ સપાટી વધીને ૩૪૧.૧૪ ફૂટ ઉપર પહોંચી છે અને ડેમમાં ૯૨,૪૭૭ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે સામે ડેમનું રૂલ લેવલ ને મેન્ટેન કરવા માટે ડેમમાંથી ૨૨,૬૩૨ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
આજે આઠ વાગ્યે ઉકાઈ ડેમમાં ૯૨,૪૭૭ ઈનફલો નોંધાયો હતો અને ડેમની જળ સપાટી વધીને ૩૪૧.૧૪ ફૂટે પહોંચી
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ ઘણા દિવસોથી ઉકાઈ ડેમમાં વધતા ઓછા પ્રમાણમાં નવા પાણીની વિપુલ આવક થઈ રહી છે જેથી ડેમની સપાટી તેના રૂલ લેવલને પાર કરીને ૩૪૧.૧૪ ઉપર પહોંચી છે તેમનું ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે આજે આઠ વાગ્યે ઉકાઈ ડેમમાં ૯૨,૪૭૭ ઈનફલો નોંધાયો હતો અને ડેમની જળ સપાટી વધીને ૩૪૧.૧૪ ફૂટે પહોંચી છે.
ડેમમાંથી તાપી નદીમાં ૧૮,૨૨૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસતા પ્રકાશા ડેમ માંથી તાપી નદીમાં ૩૬,૭૨૭ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને પ્રકાશા ડેમની જળ સપાટી આજે સવારે ૧૦૭.૭૦ મીટર નોંધાઇ છે આજ રીતે પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી આજે સવારે ૨૧૧.૮૯ મીટર નોંધાઇ છે અને ડેમમાંથી તાપી નદીમાં ૧૮,૨૨૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમમાં ઘણા દિવસોથી સતત નવા પાણીની આવક થઇ ગઇ હોવાથી ડેમની જળ સપાટીમાં વધારો થયો છે અને લગભગ વર્તમાન ચોમાસાની મોસમમાં ડેમ સો ટકા ભરાઈ જવાની આશાઓ વ્યક્ત થઈ રહી છે બેન તેના રૂલ લેવલ મુજબ ભરાતા ખેડૂતો પણ ખુશખુશાલ છે એક સમયે વરસાદ ખેંચાઈ જતા સિંચાઈના પાણીની અને સુરત શહેરીજનોને પીવાના પાણી અંગે તંત્રને ભારે ચિંતાઓ સાલતી હતી. પરંતુ મેઘરાજાએ અવિરત મેઘ કૃપા વરસાવી જેથી ભાદરવે ભરપૂર પાણી ડેમ માં આવતા તમામ ચિંતાઓનો હાલ ઉકેલ જણાઈ રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500