Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટમાં આવકવેરા વિભાગના દરોડાથી ખળભળાટ, 150 જેટલા અધિકારીઓની ટીમ ત્રાટકી

  • February 29, 2024 

આવકવેરા વિભાગે રાજકોટમાં ટોચની બિલ્ડર્સ લોબી પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૌરાષ્ટ્રના ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી સહિત તેમની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં આવકવેરા વિભાગના દરોડાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. 150 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા ઓરબીટ ગ્રુપના તેમજ લાડાણી એસોસિએટના અલગ-અલગ પ્રોજેકટમાં રોકાણ કરનાર ફાયનાન્સરો તેમજ ભાગીદારોને ત્યાં આવકવેરા વિભાગની ટીમ વહેલી સવારે ત્રાટકી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.


રાજકોટ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગ કમિશનરના નેતૃત્વ હેઠળ વહેલી સવારથી રાજકોટમાં આશરે 15 જેટલી જગ્યાઓ પર ટીમ ત્રાટકી હતી. વહેલી સવારે 6 વાગ્યે જ આવકવેરા વિભાગની ટીમે દિલીપ લાડાણી અને વિનેશ પટેલ તેમજ તેના ભાગીદારોને ત્યાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધરી દીધું છે. ઓરબીટ ગ્રુપના અલગ-અલગ પ્રોજેકટ જેમ કે, ઓર્બીટ ટાવર, ઓર્બીટ રોયલ ગાર્ડન સહિતના પ્રોજેકટ.


આ પ્રોજેકટમાં રહેલા તેમના ભાગીદાર અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેના ટ્વીન ટાવર પ્રોજેકટમાં ભાગીદાર રહેલા મયુર રાદડિયા, દાનુભા જાડેજા, ફાયનાન્સર મહિપતસિંહ ચુડાસમા સહિત સંકળાયેલા અનેક લોકો ઇન્કમટેકસની રડારમાં આવી ગયા છે અને વિવિધ પ્રોજેકટની ઓફિસ, બિલ્ડરોના નિવાસસ્થાન સહિતની 15થી વધુ જગ્યાએ કાર્યવાહી ચાલી રહી છે.



આજે બિલ્ડર લોબીને આવકવેરા વિભાગે સાણસામાં લેતા સૌરાષ્ટ્રભરમાં બિલ્ડરો અને ફાયનાન્સરો તેમજ રીયલ એસ્ટેટના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.સમગ્ર ઓપરેશનને ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારી આદર્શ તિવારી લીડ કરી રહ્યા છે. આજના દરોડામાં રાજકોટ, જુનાગઢ, જામનગર, અમદાવાદ, વડોદરા અને સુરતના અધિકારીઓની ટીમ પણ જોડાઈ છે. આ અગાઉ સપ્ટેમ્બર 2018માં પણ આવકવેરા વિભાગ દ્વારા લાડાણી ગ્રુપને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application