જેપી મોર્ગનના બેન્ચમાર્ક ઊભરતી બજારના ઈન્ડેકસમાં ભારતીય બોન્ડસના સમાવેશથી રોકાણકારોના સ્તરમાં વધારો થવા ઉપરાંત ભારતીય રૂપિયામાં મજબૂતાઈ જોવા મળવાની અપેક્ષા છે. આ નિર્ણય ચોક્કસપણે ભારતના સરકારી બોન્ડ્સમાં રોકાણ કરનારા રોકાણકારોનો આધાર વધારશે. ભારત સરકારના બોન્ડસ અથવા સરકારી સિક્યુરિટીઝને જૂન-2024થી પોતાના બેન્ચમાર્ક ઊભરતી બજારના ઈન્ડેકસમાં સમાવી લેવાની જેપી મોર્ગેને જાહેરાત કરી છે. આને કારણે સરકારના બોરોઈંગ ખર્ચમાં ઘટાડો થવા સંભવ હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
ઈન્ડેકસમાં સમાવેશથી કરન્સી બજારમાં વોલેટિલિટી આવશે તેવું ધારી લેવાની જરૂર નથી એમ મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતું. ઈન્ડેકસમાં બોન્ડસના સમાવેશથી ભારતીય રૂપિયો મજબૂત બનવાની પણ શકયતા રહેલી છે. સરકારી સિક્યુરિટીઝમાં લાંબા ગાળાના રોકાણકારોને આનાથી લાભ થઈ રહેશે. આ નિર્ણયને કારણે ભારત સરકારના બોન્ડસના રોકાણકારોના સ્તરમાં વધારો થશે એટલું જ નહીં ભારતની નાણાં સંસ્થાઓને પણ સરકારી બોન્ડસમાં મોટેપાયે ખરીદી કરવામાંથી રાહત મળી રહેશે એવો પણ તેમણે મત વ્યકત કર્યો હતો. નાણાં સંસ્થાઓ પાસે બચનારી લિક્વિડિટી તેઓ અન્ય પ્રોડકટિવ ક્ષેત્રોમાં પૂરી પાડી શકશે.
ઈન્ડેકસમાં સમાવેશ થવા સાથે વૈશ્વિક રોકાણકારો તરફથી ભારતીય બોન્ડસની માગમાં વધારો થશે. ઈન્ડેકસમાં આવરી લેનારી સિક્યુરિટીઝ માટે કોઈ લોક-ઈન પીરિયડ નહી રહે. દરમ્યાન આવતા વર્ષથી જેપી મોર્ગનના ઉભરતા બજારોના સૂચકાંકમાં ભારતના સરકારી બોન્ડનો સમાવેશ રોકાણકારોનો આધાર વિસ્તરશે અને રૂપિયો પણ મજબૂત થઈ શકે છે તેમ મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જેપી મોર્ગનના આ નિર્ણયથી ભારતીય નાંણાકીય સંસ્થાઓને સરકારી બોન્ડ ખરીદવાની જવાબદારીમાંથી મુક્ત થવાની તક મળશે અને તેઓ તે રકમનો ઉપયોગ ખાનગી ક્ષેત્રને વધુ ઉત્પાદક કાર્ય માટે કરવા માટે કરી શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500