સુરતના મહિધરપુરા વિસ્તારમાં પુના થી આવેલા એક વેપારીનું રિક્ષામાં અપહરણ કર્યા બાદ તેનો મોબાઈલ સહિત એકાઉન્ટ માંથી રૂપિયા ટ્રાંજેકશન કરી લેવાની ઘટના સામે આવી હતી જ્યાં પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી બે આરોપીની ધરપકડ હતી.ત્યારે મૂળ મહારાષ્ટ્રના આ વેપારીનું પૈસા લેતી દેતી માં અપહરણ કર્યા હોવાની વાત સામે આવી હતી. જ્યાં ભૂતકાળમાં રૂપિયા નહીં આપતા આ ઘટનાને અંજામ આપવામા આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
પુના માં સ્પેરપાર્ટનો વેપાર કરતો વેપારી સુરત આવ્યો હતો તેનું સુરત રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેસાડીને આંખે પટ્ટા બાંધી અપહરણ કર્યા બાદ એક રૂમમાં રાખી તેને માર મારી તેના એકાઉન્ટમાંથી 4 લાખ રૂપિયાનું ટ્રાંજેકશન કરી લીધા હોવાની ઘટના સામે આવતા સુરતની મહિધરપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ..જ્યાં આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
જોકે પોલીસ તપાસ માં અપહરણ કરનાર પણ પુના ના જ હોવાનું સામે આવ્યું હતું અને ત્યારે ભૂતકાળની જો વાત કરીએ તો 2019 માં આ ફરિયાદી સાથે સ્પેરપાર્ટનો ધંધો કરતા હતા જેમાં ફરિયાદી દ્વારા પૈસાના આપી 3.50 લાખ રૂપિયા માટે ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા આથી પોતાના રૂપિયા મેળવવા માટે સીધી રીતે પૈસા માંગતા ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા આ લોકોએ સુરત સેન્ટર પસંદ કર્યું હતુંઅને ત્યાંથી એક સીમકાર્ડ ખરીદી આ વેપારી સાથે પૈસા મેળવવા માટે બે-ત્રણ મહિના આગળ પ્લાન કરી વેપારી સાથે વેપાર ધંધો કરવા માટેનું ચેટિંગ શરૂ કર્યું હતું અને વેપારીને સુરત બોલાવ્યો હતો.
સુરત આવતાની સાથે જ આ વેપારીનું અપહરણ કર્યા બાદ તેની આખે પટ્ટા બાંધી તેજ વિસ્તારમાં ભાડે રાખેલા મકાનમાં લઈ ગયા હતાઅને ત્યાં તેની આંખમાં મરચાની ભૂકી નાખી વેપારીના એકાઉન્ટ માંથી ચાર લાખ રૂપિયા જેટલું ટ્રાન્જેક્શન કર્યું હતું. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે એક આરોપીની ધરપકડ કર્યા બાદ તેની મદદગીરી કરનાર સીમકાર્ડ અને મકાનમાં લાવનાર વ્યક્તિ એમ કુલ મળી બે લોકોની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500