ભારત સહિત વિશ્વભરમાં તા.૧થી ૭ ઓગસ્ટ દરમિયાન “વિશ્વ સ્તનપાન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે તાપી જિલ્લામાં પણ જિલ્લા પંચાયત હોલ ખાતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ખ્યાતિ પટેલના અધ્યક્ષ સ્થાને “વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૪”નો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે ઇંચા.જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખ્યાતિ પટેલ દ્રારા જણાવવામાં આવ્યુ હતું કે, જન્મ બાદ છ માસ સુધી બાળક માટે સ્તનપાન ખુબ જ જરૂરી છે. કામ કરતી મહિલા હોય કે પછી ઘરકામ કરતા બહેનો હોય તેઓએ છ માસ સુધી બાળકને ફકત સ્તનપાન આપવું જોઇએ. માતાનું દૂધ એક સંપૂર્ણ આહાર છે, જેમાં બાળકની જરૂરિયાતના તમામ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહે છે. મેડીકલ ઓફિસર અનિષા ગામીત દ્રારા સ્તનપાન ફાયદા વિશે અને લોકોમાં સ્તનપાનને લઇને જાગૃતતા લાવવા માટે અપિલ કરી હતી. તેમજ સભાખંડમાં ઉપસ્થિત મહિલાઓએ સ્તનપાન બાબતના પોતાના અનુભવો રજુ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application