Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લામાં કુટુંબ નિયોજન પધ્ધતિ ઈન્જેકશન અંતરા સબક્યુટેનીયસનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

  • October 27, 2023 

ભરૂચ જિલ્લામાં કુટુંબ નિયોજન કાર્યક્રમ અંતર્ગત મહિલા લાભાર્થીને કુટુંબ નિયોજન અર્થે ગાઈડલાઈન પ્રમાણે ઈન્જેકશન અંતરા ઈન્ટ્રા મસ્કયુલર આપવામાં આવે છે. જે હવે ફેઝ-૧ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએથી પસંદગી પામેલા ૧૦ રાજયો પૈકી ગુજરાતમાં કચ્છ અને ભરૂચ જિલ્લામાં સબક્યુટેનીયસ પણ આપવામાં આવશે. જેના ભાગરૂપે ઈન્જેકશન અંતરા(SC) સબક્યુટેનીયસનું જિલ્લા કક્ષાનું ઉદ્દધાટન મેડિકલ કોલેજ, ભરૂચ ખાતે વિભાગીય નાયબ નિયામકશ્રી વડોદરા ડૉ.ગાંધીના અધ્યક્ષસ્થાને ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ પાંચ મહિલા લાભાર્થીઓને ઈન્જેકશન અંતરા(SC) સબક્યુટેનીયસનો પ્રથમ ડોઝ આપીને શરૂઆત કરવામાં આવી હતી.



ઉલ્લેખનીય છે કે હાલ ભરૂચ જિલ્લામાં મેડિકલ કોલેજ, સામૂહીક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થવા અને સબ સેન્ટર નેત્રંગ ૩ના વિસ્તારમાં જ ઉક્ત ઈન્જેકશન અંતરા(SC) સબક્યુટેનીયસનો લાભ આપવાનો છે. ત્યારબાદ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે અન્ય વિસ્તારને આવરી લેવામાં આવશે. આ વેળાએ કલીનીકલ સર્વીસ એન્ડ ટ્રેનિંગ ફેમીલી પ્લાનીંગના લીડ ડૉ.સુનિતા સિંગલ, સીનીયર પ્રોગ્રામ ઓફિસર ડૉ.આકાશ શીંદે અને શ્રીમતી કિરૂબા મનીવસગમ (USAID MCGL India Yash of Jhpiego) સીડીએચઓ ડો.જે એસ દુલેરા, એડીએચઓશ્રી ડૉ.મુનીરા શુકલા, સુપ્રિટેન્ડેન્ટ ડૉ.બંસલ અને ગાયનોકોલોજીસ્ટ ડૉ.નેહા મેડીકલ કોલેજ, ડૉ.ઉપાધ્યાય સિવિલ સર્જન તેમજ મેડીકલ સ્ટાફ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application