Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે અલગ અલગ બનાવમાં રોકડ રકમની ચોરી, પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

  • January 02, 2024 

અમદાવાદનાં ખોખરામાં કપડાનો ધંધો કરતા વેપારી બેંકમાં રોકડા 98 હજાર રૂપિયા જમા કરવવા માટે ગયા હતા. કેશ કાઉન્ટર ઉપર નોટોના બંડલ મુકીને રૂપિયા જમા કરવાની સ્લીપ ભરતા હતા દરમિયાન તેમની નજર ચૂકવીને ગઠિયો રૂપિયા 34 હજાર રૂપિયા લઇને નાસી ગયો હતો, બીજા બનાવમાં અમરાઇવાડીમાં મેલડી માતાના મંદિરના તાળા તોડીને તસ્કરાએે બે ઘંટ અને માતાના દાગીના સહિત સહિત કુલ રૂપિયા 57,200/-ની ચોરી કરી હતી.



બનાવ અંગે પોલીસે ચોરીનો ગુનો નોંધીને CCTV ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ખોખરામાં રહેતી મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી અને તેમની સાથે નોકરી  કરતી મહિલા મેનેજર રોકડા રૂપિયા 98,000 આપીને બેંકમાં જમા કરાવવા ગયા હતા. બેંકમાં જઇને કેશ કાઉન્ટર ઉપર રૂપિયાનું બંડલ મૂકીને સ્લીપ ભરતા હતા. કેશિયરને સ્લીપ અને રોકડા રૂપિયા આપતા બેંકના કેશિયરે સ્લીપમાં લખેલી રકમ મુંજબ રૂપિયા નહીં હોવાથી પાછા આપ્યા હતા, જેથી બંને કર્મીઓ રોકડ રૂપિયા ગણ્યા તો 98,000/-માંથી 34,000 રૂપિયા ઓછા નીકળ્યા હતા.



ત્યારબાદ આસપાસમાં તપાસ કરી પરંતું રૂપિયા મળ્યા ન હતા. જેથી ખોખરા પોલીસે બેંકમાં આવીને તપાસ કરતા પણ રૂપિયા મળી આવ્યા ન હતા. બનાવ અંગે પોલીસે ચોરીનો ગુનો નોંધીને બેંકના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. બીજા બનાવમાં અમરાઇવાડી વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે નરસિંહનગરમાં રહેતા ઇશ્વરદાસ સાધુએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે, અમરાઇવાડીમાં નરસિંહનગરના ઝાપા પાસે આવેલા  મેલડી માતાના મંદિરમાં  મોડી રાતે અજાણી વ્યકિતએ મંદિરના દરવાજાનું તાળું તાડીને અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિરમાંથી બે ઘંટ અને  માતાની  મૂર્તિ ઉપર પહેરાવેલા  મુગટ તથા મંગળસુત્ર સહિત કુલ રૂપિયા 57,200/-ની ચોરી કરી હતી. બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ચોરીનો ગુનો નોંધી CCTV ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application