Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ !! તાપી જિલ્લાના આ વિસ્તારમાં રાશનકાર્ડ ધારકોને હલકી કક્ષાનો અનાજ વિતરણ કરાતા તંત્ર દોડતું થયું : રિપોર્ટ જિલ્લા કક્ષાએ મોકલાયો

  • September 05, 2021 

તાપી જિલ્લામાં આવેલ રેસનીગની દુકાન માંથી જરૂરિયાતમંદ ગ્રામજનો ને અપાયેલા અનાજનો કેટલોક જથ્થો હલકી કક્ષાના અને ઓછી ગુણવત્તા ધરાવતા તેમજ એમાંથી વાસ આવતા લોકો ચોંકી ગયા હતા અને સરકારે ગરીબો ની મજાક કરી હોવાનું સપાટી ઉપર આવતા કાર્ડ ધારકોએ હોબાળો મચાવ્યો હતો,પાછલા ઘણા સમયથી તાપી જિલ્લાના અનેક તાલુકાઓમાં આવી ફરીયાદો ઉઠી રહી છે જેની તપાસ થવી જરૂરી.

 

 

 

 

 

લાભાર્થીઓને જથ્થો(ચોખા) બદલી આપવામાં આવ્યા

તાપી જિલ્લાના અતિ છેવાડે મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલ કૂકરમુંડા તાલુકાના ગોરાપાડા અને બીજા ગામના સાત જેટલા રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવેલા જથ્થામાં ચોખા હલકી કક્ષાના અને ઓછી ગુણવત્તા ધરાવતા તેમજ એમાંથી વાસ આવતા રેશનકાર્ડ ધારકોએ ઇન્ચાર્જ નાયબ મામલતદાર પુરવઠા,કૂકરમુંડાને મૌખિક જાણ કરતા પુરવઠાની ટીમ મોરંબા ખાતે આવેલ સસ્તા અનાજની દુકાન જેના માલિક ગિરધર ખાત્રિયા નાઈકને ત્યાં સ્થળ તપાસ કરી 7 લાભાર્થીઓને જથ્થો(ચોખા) બદલી આપવામાં આવ્યા હતા અને ચોખાના સેમ્પલ લઈ રિપોર્ટ જિલ્લા કક્ષાએ મોકલ્યો હતો.

 

 

 

 

 

રાયગઢ ગામ માંથી પણ મિશ્રિત ચોખા મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો

અહીં ઉલ્લેખનીય છે કે, નિઝર તાલુકાના રાયગઢ ગામ માંથી પણ મિશ્રિત ચોખા મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો જેના લીધે નિઝર મામલતદાર સહિત પુરવઠા કચેરી નો કાફલો રાયગઢ ખાતે તપાસ હાથ ધરી હતી. છેલ્લા કેટલાક સમયથી તાપી જિલ્લા નિઝર-કુકરમુંડા અને વાલોડ તાલુકાના અનેક ગામોમાં સસ્તા અનાજની દુકાનોમાં આપવામાં આવતા જથ્થામાં ભેળસેળ, મિશ્રિત, ખરાબ, તેમજ દુર્ગંધ આવતો જથ્થો આપવામાં આવતા અનેક ફરિયાદો ઉઠી છે. જોકે કસુરવારો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. તે એક ચર્ચાનો વિષય બન્યો છે.

 

 

 

 

 

આગળ થીજ ભેળસેળ કરવામાં આવે છે? કે પછી તાલુકા કક્ષાએ આવેલ સસ્તા અનાજના ગોડાઉનમાં ગોલમાલ ચાલે છે? 

મોરંબા ગામના સસ્તા અનાજની દુકાનદારના જણાવ્યા અનુસાર,જે અમને જથ્થો આપવામાં આવે છે એજ અમે વિતરણ કરીએ છીએ?? તો શું આગળ થીજ ભેળસેળ કરવામાં આવે છે? કે પછી તાલુકા કક્ષાએ આવેલ સસ્તા અનાજના ગોડાઉનમાં ગોલમાલ ચાલે છે? આ બાબતે જિલ્લા કક્ષાએ થી તપાસ થાય તો મોટી ગેરરીતિ પકડાય આવે તેમ છે.

 

 

 

 

 

લેબ ટેસ્ટીંગનો રિપોર્ટર આવ્યા બાદ જ ખબર પડસે કે સચ્ચાઈ શું છે.

લોકોમાં ચોખા પ્લાસ્ટિક ના છે એવું મૌખિક રજૂઆતો આવી હતી જેને પગલે અમારી ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ કરી હતી અને જે લાભાર્થીને ખરાબ જથ્થો(ચોખા) મળ્યા હતા એ બદલી આપવામાં આવ્યા હતા. અને ખરાબ ચોખાના સેમ્પલ લઈ લેબ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા છે જેથી લેબ ટેસ્ટીંગનો રિપોર્ટર આવ્યા બાદ જ ખબર પડસે કે સચ્ચાઈ શું છે.(નિતેશ વસાવા ઈન્ચાર્જ નાયબ મામલતદાર પુરવઠા, કૂકરમુંડા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application