વ્યારામાં મંજુરી વિના ભગવાન ગણેશજીની સ્થાપના અર્થે સભા સરઘસનું આયોજન કરનાર ૬ જેટલા ગણેશભક્તો સામે જાહેરનામાનો ભંગ કરવા બદલ વ્યારા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
સરઘસ કાઢવા માટે કોઇપણ જાતની પરવાનગી મેળવ્યા વગર આશરે ૧૦૦ જેટલા માણસો ભેગા કર્યા
ભગવાન ગણપતીના તહેવાર અનુસંધાને જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ૧૫ માણસોને પરવાનગી આપવામાં આવી છે.તેમછતાં ગણેશ મંડળના આયોજકોએ મંજુરી કરતા વધુ માણસો ભેગા કરીને વાજીંત્ર વગાડી-વગાડવા માટે સરઘસ કાઢવા માટે કોઇપણ જાતની પરવાનગી મેળવ્યા વગર આશરે ૧૦૦ જેટલા માણસો ભેગા કરી સોશિયલ ડીસ્ટન્સ નહી જાળવી જીલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા વ્યારા પોલીસે ૬ જેટલા ગણેશભક્તો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
૧૦૦ જેટલા માણસો ભેગા કરી તેઓ વચ્ચે સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું.
મળતી માહિતી અનુસાર તા.૮મી સપ્ટેમ્બર નારોજ વ્યારા પોલીસ સ્ટાફના માણસોને મળેલ વર્દીના આધારે વ્યારાના ઉનાઈ નાકા પાસે તપાસ કરતા વ્યારાના હરીપુરા વિસ્તારના સ્વરાજ્ય ગણેશ મંડળના આયોજકોએ સભા-સરઘસ કાઢેલ હોય જેમાં આશરે ૧૦૦ જેટલા માણસો ભેગા કરી તેઓ વચ્ચે સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવા માટે સરઘસ કાઢ્યું હોય જે સરઘસ કાઢવા માટે ગણેશ મંડળના આયોજકોએ કોઇપણ પરવાની મેળવ્યા વગર સભા સરઘસનું આયોજન કર્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. બનાવ અંગે હેડકોન્સ્ટેબલ દિનેશભાઈની ફરિયાદના આધારે સ્વરાજ્ય ગણેશ મંડળના ૬ આયોજકો વિરુદ્ધ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોની-કોની સામે ગુનો નોંધાયો ??
- કેવલભાઈ પંચોલી રહે, હરીપુરા-વ્યારા
- આશિષભાઈ ટેલર રહે, વ્યારા
- દેવભાઈ જાદવ રહે, વ્યારા
- સ્વયંમ મિશ્રા રહે, વ્યારા
- મિહિર ગુજ્જર રહે, વ્યારા
- કલ્પેશભાઈ લુહાર રહે, વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500