પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. તાજેતરમાં પેપર લીકની ઘણી ઘટનાઓ સામે આવી હતી. ત્યારબાદ સરકાર એક્શમાં આવી ગઈ છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ પણ તાજેતરમાં જ રદ કરાયેલી પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી છે. આમ તો દર વખતે પેન-પેપરથી પરીક્ષાઓનું આયોજન થતું હતું. જોકે હવેથી આ પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારીત પરીક્ષા મોડમાં યોજવામાં આવશે. એનટીએ દ્વારા યોજાયેલી NEET-2024ની પરીક્ષામાં ભારે વિવાદ થયો હતો. ત્યારબાદ આ એજન્સીએ પેપર લીક સહિતની આશંકા વ્યક્ત કરી અન્ય ઘણી પરીક્ષાઓ પણ રદ અથવા સ્થગિત દીધી હતી.
આ પરીક્ષાઓમાં NEET PG, UGC NET, Joint CSIR UGC NET અને NCET 2024 સામેલ છે. એનટીએએ તાજેતરમાં જ આમાંથી કેટલીક પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી છે. એનટીએએ જાહેર કરેલી નવી તારીખો મુજબ, સ્થગિત કરાયેલી Joint CSIR UGC NETની પરીક્ષા હવે તારીખ 25થી 27 જુલાઈ વચ્ચે યોજાશે. જ્યારે UGC NETની પરીક્ષા 21થી 8 સપ્ટેમ્બર વચ્ચે, NCETની પરીક્ષા 10 જુલાઈએ યોજવામાં આવશે. આ તમામ પરીક્ષાએ એનટીએ દ્વારા જ યોજવામાં આવશે. જ્યારે NEET PG 2024ની પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઈ નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ ટુંક સમયમાં તારીખો જાહેર કરી શકે છે.
આની નવી તારીખ સોમવારે અથવા મંગળવારે જાહેર થવાની સંભાવના છે. અગાઉ આ પરીક્ષાઓ પેન અને પેપર દ્વારા યોજાતી હતી. જોકે હવે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડ દ્વારા યોજવામાં આવશે. આ બંને પરીક્ષા (UGC NET અને CSIR UGC NET) એનટીએ દ્વારા યોજાતી હોય છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર નીટ-યુજીની પરીક્ષા પણ ઑનલાઈન મોડમાં યોજવાની સંભાવના પર વિચારણા કરી રહી છે. આમ આ ફેરફાર વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. કોમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ વધુ સુરક્ષિત માનવામાં આવે છે અને તેમાં છેતરપિંડી કે ગેરરીતિ થવાની પણ સંભાવના રહેતી નથી. આ ઉપરાંત પરીણામ પણ વહેલું આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500