શેરમાર્કેટમાં રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચ આપી એક ટોળકીએ RBIનાં મેનેજર સાથે 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ મામલે નવી મુંબઈનાં સાનપાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનાં મેનેજર જયવંત સાનપાડામાં રહે છે. વર્ષ અગાઉ એક મહિલાએ તેમને ફોન કરીને શેરબજારમાં રોકાણ કરવાનું કહ્યું હતું, પણ મેનેજરે તેની વાત પર વિશ્વાસ કર્યો નહોતો. થોડા મહિના પછી મહિલાએ ફરીથી ફોન કરીને રોકાણના ફાયદા સમજાવ્યા હતા. તેની વાત માનીને જયવંતે તેની પત્નીના નામને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યું હતું.
જોકે રોકાણની રકમ ફોન કરનારી મહિલાનાં ખાતામાં જમા કરી હતી. શરૂઆતમાં તેમને નફા સ્વરૂપે અમુક રકમ આપવામાં આવી હતી પછી પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. આથી જયવંતને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી. તેમણે આરોપી પાસે સંપૂર્ણ રકમ પાછી આપવાની માગણી કરી હતી ત્યારે આ ટોળકીએ તેમની સાથે સંપર્ક તોડી નાખ્યો હતો. આ પ્રકરણમાં આરોપી ગેંગ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ આરોપીનાં નામ ખોટા હોવાની પોલીસને શંકા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application