Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેલીગ્રામ એપ્લિકેશન પર વિવિધ ટાસ્ક પુરા કરી કમાણી કરવાની લાલચમાં યુવકે ૯૦ હજારથી વધુ રૂપિયા ગુમાવ્યા

  • August 03, 2024 

ટેલીગ્રામ એપ્લિકેશન પર વિવિધ ટાસ્ક પુરા કરી કમાણી કરવાની લાલચમાં માંડવીના યુવકે ૯૧,૫૨૦/- રૂપિયા ગુમાવવાનો વારો આવ્યા હતો. આ અંગે યુવકે માંડવી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંડવીના સુથાર ફળિયામાં રહેતો પ્રતિક રમણભાઈ ભાવસાર સુરતના અડાજણ ખાતે હાથવે કેબલ એન્ડ ડેટાકોમ લી નામની કપંનીમાં બિલીંગ એન્ડ કેલકશન વિભાગમાં નોકરી કરે છે. ગત ૧૫મી જુલાઈના રોજ તેના મોબાઈલના વોટસએપ પર એરીબન નામની કંપનીમાંથી પાર્ટ ટાઈમ નોકરી માટેનો મેસેજ આવ્યો હતો અને તેમાં ૨૦૦૦થી ૧૦,૦૦૦ રોજના કમાવવાની લાલચ આપવામાં આવી હતી.


માત્ર એક લીન્ક પર કિલક કરી તેમા સર્ચ કરવાનું અને તેના સ્ક્રીનશોર્ટ મોલવાનું કામ સોપવામાં આવતા પ્રતિક ભાવસારે કામ કરવાની હા કહેતા તેને ટેલીગ્રામની એક લીન્ક મોકલી હતી આ લીન્ક ખોલતા બાબુલા સાહા નામના વ્યકિતની ચેટ ખુલ્લી હતી અને તેણે પ્રતિકને તમામ વ્યકિગત માહિતી માગતા તે આપી હતી અને એક પછી એક ટાસ્ક કિલયર કરવા માટે આપ્યા હતા નાની રકમના ટાસ્ક જેમ જેમ કિલયર થતા ગયા તેમ તેમ પ્રતિકના ખાતામાં પેમેન્ટ જમા થતા તેને વિશ્વાસ આવી ગયો હતો ત્યારબાદ એક હોટલનો ટાસ્ક સોપવામાં આવ્યો હતો.


જેમાં જેટલા રૂપિયા નાખશો એટલા રૂપિયાનો ટાસ્ક આવશે અને ૩૫ ટકા નફા સાથે રૂપિયા પરત મળશે એવી લાલચ આપી બાબુ સહાએ અલગ અલગ ટાસ્કના પ્રથમ ૫૧૦૦ રૂપિયા ત્યારબાદ ૬,૧૮૦/- રૂપિયા જમા કરાવતા નફા સાથે ૧૫,૨૨૪ રૂપિયા પ્રતિકના ખાતામાં જમાં થતા તેને આ ટાસ્ક પર વિશ્વાસ બેસી ગયો હતો દરમ્યાન ૨૩મી જુલાઈના રોજ ફરી વખત નવો ટાસ્ક આપ્યો હતો અને તેમાં પહેલા ૫,૧૦૦/- રૂપિયા જમા કરાવ્યા હતા ત્યારબાદ બીજા ટાસ્ક માટે ૨૨,૧૦૦/- રૂપિયા અને બાદમાં ૬૫,૦૦૦/- રૂપિયા નાંખવા જણાવ્યા હતા જે રકમ તેણે બાબુ સહા એ આપેલા યુપીઆઈ આઈડીમાં જમા કરાવી દીધા હતા જોકે તેમ છતા નફાના રૂપિયા જમા ન થતા બાબુલે છેલ્લો ટાસ્ક ૧,૨૨,૨૨૦/- રૂપિયા નાખીને પુરો કરશો તમામ રૂપિયા નફા સાથે પરત થશે એમ જણાવતા પ્રતિકને શંકા ગઈ હતી અને તેને રૂપિયા ટ્રાન્સફર કર્યા ન હતા તેમના કુલ ૯૧,૫૨૦/- રૂપિયા પરત નહિ થતા માંડવી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application