Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રેમલગ્ન કરનાર બ્યુટીશીયનના આપઘાત પ્રકરણમાં, પતિ અને તેનો સાથ આપનાર સાસુ વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધી ધરપકડ કરાઈ

  • October 18, 2023 

સુરતના જહાંગીરપુરાની પ્રેમલગન કરનાર બ્યુટીશીયનના આપઘાત પ્રકરણમાં ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી જતા પાર્લરના પૈસાની માંગણી કરી ત્રાસ ગુજારનાર પતિ અને તેનો સાથ આપનાર સાસુ વિરૂધ્ધ જહાંગીરપુરા પોલીસે દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધી ધરપકડ કરી છે.



જહાંગીરપુરા જીન કમ્પાઉન્ડની સામે સુર્યદર્શન રો હાઉસમાં રહેતી અને નવેમ્બર 2021 માં પ્રેમલગ્ન કરનાર બ્યુટીશીયન વિદ્યા શ્રેયસ પટેલએ ગત 13 ઓક્ટોબરના રોજ રહેણાંક ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વિદ્યાએ આપઘાત કર્યાના બે દિવસ બાદ તેના પિતા શશીકાંત ભીખુભાઇ પટેલ અને તેમની પત્ની હર્ષાબેન રહે. નવાપરા મહોલ્લો, સરોલી, તા.ઓલપાડને વિદ્યાની ફ્રેન્ડ યેશાની માતા પદ્દમાબેન હસ્તક ચોંકાવનારી હક્કીત જાણવા મળી હતી. વિદ્યા પદ્દમાબેન સાથે બ્યુટીપાર્લરનો સામાન લેવા જતી હતી ત્યારે વિદ્યાએ પોતાના મનની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે પતિ શ્રેયસ કોઇ ઓનલાઇન ગેમ રમે છે અને તેમાં રૂપિયા હારી જતા પોતાની પાસે માંગે છે અને નહીં આપે તો માર મારે છે.




આ અંગે સાસુ પ્રતિમાબેનને ફરીયાદ કરી તો તેઓ પણ શ્રેયસનો સાથ આપે છે. આ ઉપરાંત પતિની માંગણી સંતોષવા રૂ.10 હજારની પર્સનલ લોન લેવા માટે પણ ગઇ હતી પરંતુ ડોક્યમેન્ટ્સ વેરિફીકેશન નહીં થતા લોન મંજૂર થઇ ન હતી. બીજી તરફ વિદ્યાએ તેના ભાઇ દર્શનને પણ પતિ શ્રેયસ ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી ગયો છે અને પાર્લરના રૂપિયાની માંગણી કરી ત્રાસ ગુજારતો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે ગત રોજ શશીકાંત પટેલે જમાઇ શ્રેયસ અને સાસુ પ્રતિમા અશ્વીન પટેલ વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવી હતી. જેને પગલે પીએસઆઇ અભિજીતસિંહ ઘરીયાએ વિદ્યાને આપઘાત કરવા મજબૂર કરનાર શ્રેયસ અને તેની માતા પ્રતિમા બેનની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં ઓનલાઇન ગેમમાં અંદાજે 50 હજાર રૂપિયા હારી ગયો હોવાની શ્રેયસે કબૂલાત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application