વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીઓ કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં વેક્સિન લગાવશે. વેક્સિનેશનના બીજા તબક્કામાં દેશના એવા ૭પ ટકા સાંસદ, મુખ્યમંત્રી અને નેતાઓને વેક્સિન અપાશે જેમની ઉંમર પ૦ વર્ષ કે તેથી વધુ છે. મીડિયા રિપોર્ટસમાં આ દાવો કરાઈ રહ્યો છે.
કોરોના વેક્સિન અંગે અમુક લોકો સવાલ ઊઠાવી રહ્યા છે. કોંગ્રેસ સહિત વિપક્ષના અમુક નેતાઓએ કહ્યું હતું કે, વડાપ્રધાને પહેલા પોતે વેક્સિન લેવાની હતી. પહેલા તબક્કાનું વેક્સિનેશન ૧૬ જાન્યુઆરીએ શરૃ થયું હતું જેમાં ૩ કરોડ ફ્રન્ટલાઈન વર્કસને વેક્સિન લાગે છે. ત્યારપછી પ૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બીમારીઓ સામે ઝઝુમી રહેલા પ૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સીન લગાવાશે. આ વયજુથમાં વડાપ્રધાન સહિત ૭પ ટકા સાંસદ, કેન્દ્રિય કેબિનેટના ૯પ ટકા મંત્રીઓ, ૮ર ટકા રાજ્ય મંત્રીઓ અને દેશના ૭૬ ટકા મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે.કોરોના વેક્સિનેશનની શરૃઆત કરતા મોદીએ કહ્યું હતું કે, 'તમારે કોઈપણ પ્રકારના દુષ્પ્રચારથી બચીને રહેવાનું છે. આપણા વૈજ્ઞાનિકોની દુનિયામાં બહુ વિશ્વસનિયતા છે. આપણે આ વિશ્વાસ આપણા ટ્રેક રેકોર્ડથી હાંસિલ કર્યો છે. તમને જાણીને ગર્વ થશે કે દુનિયામાં જેટલા બાળકોને જીવનરક્ષક વેક્સિન લાગે છે તેમાંથી ૬૦ ટકા ભારતમાં જ બને છે.'
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ૩ મહિના પહેલા કહ્યું હતું કે, રસી આવ્યા પછી સૌથી પહેલા તે આનો ડોઝ લેશે, પરંતુ ૧૬ જાન્યુઆરીએ દિલ્હી એમ્સમાં તેમણે રસી લીધી નહોતી. એક મીડિયા ગ્રુપે પીએમથી લઈને સીએમ અને સાંસદોને ક્યારે રસી લાગશે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. તે મુજબ પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી અને સાંસદો બીજા ચરણમાં કોરોનાની રસીનો ડોઝ લઈ શકે તેમ જણાય છે. હાલ કોરોનાની રસીકરણનું પહેલું ચરણ છે. જે એપ્રિલમ સુધી સમાપ્ત થઈ જશે. બીજા ચરણમાં દેશના તે ૭પ ટકા સાંસદ, મુખ્યમંત્રી અને મંત્રીઓને રસી આપવામાં આવશે જેમની ઉંમર પ૦ વર્ષ અથવા તેનાથી વધારે છે. જેમાંથી જે જે પ્રતિનીધિઓમાં જીવનશૈલી સાથે જોડાયેલા રોગ અને હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ વગેરે અનિયંત્રિત સ્થિતિમાં હોય તો તેમને સૌથી પહેલા પ્રાથમિક્તા આપવામાં આવશે.
પીઆરએસ વિધાયી અનુસંધાન અનુસાર લોકસભામાં ૩૪૩ અને રાજ્ય સભામાં ર૦૦ સાંસદની ઉંમર પ૦ અથવા તેનાથી વધારે છે. એ જ રીતે મોદી સરકારના કેબિનેટમાં ૯પ ટકા મંત્રી રસીકરણમાં સામેલ થઈ શકે છે. રસીકરણના બીજા ચરણમાં લોકસભાથી લઈને વિધાનસભા વિસ્તાર સુધી વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. જે અંતર્ગત જે તે જન પ્રતિનિધિ તેમના મતવિસ્તાર જ્યાંથી ચૂંટાઈને આવ્યા છે ત્યાં જનતાની વચ્ચે પહોંચી રસીકરણમાં ભાગ લઈ શકે છે.રસીકરણની યોજના સાથે જોડાયેલા સૂતરોએ જણાવ્યું કે,અલગ અલગ ચરણમાં નીતિઓને અંતિમ રૃપ આપી દેવાયું છે. દેશમાં અનેક જનપ્રતિનિધિઓની ઉંમર ૮૦ અથવા તેનાથી વધારે છે. જેમને બીજા ચરણમાં પ્રાથમિક્તાના રીતે સૌથી પહેલા રસી આપી શકાય છે. જેમાં ર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને એચડી દેવગૌડા અને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ સામેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500