Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Reel બનાવવાનાં ચક્કરમાં યુવતીએ બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાવી દેતા કાર 300 ફૂટ ઊંડી ખાઈમાં પડતા યુવતીનું દર્દનાક મોત નિપજ્યું

  • June 18, 2024 

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં અવારનવાર માનવામા ન આવે તેવા વીડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયામાં પર યુઝર્સ વધુને વધુ લાઇક્સ મેળવવા તેમજ વ્યૂઝ મેળવવા માટે વીડિયો બનાવવાનો આદિ થઇ જાય છે. ઘણાં લોકો તો ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવવા ખતરનાક જગ્યાએ પર જતા અચકાતા નથી. આ શોખ ક્યારેક તેમનો ભોગ લઇ લે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના મહારાષ્ટ્રમાં બની છે જ્યાં એક યુવતી કારમાં બેસીને રીલ બનાવી રહી હતી. 23 વર્ષીય યુવતીનું નામ શ્વેતા સુરવસે છે જે કારની અંદર હતી અને બહારથી યુવક તેનો વીડિયો શૂટ કરી રહ્યો હતો.


યુવતી બ્રેક લગાવવાનું ભૂલી ગઈ અને બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાવી દીધુ હતુ જેના કારણે તે કાર સાથે 300 ફૂટ ઊંડી ખાઈમાં પડતા તેનું દર્દનાક મોત થયું હતુ. એક પોલીસ અધિકારીએ આ ઘટના અંગે જણાવ્યું કે, આ ઘટના સોમવારે બની હતી અને યુવતીની ઓળખ 23 વર્ષીય શ્વેતા સુરવસે તરીકે થઈ છે. રિપોર્ટ અનુસાર જ્યારે અકસ્માત થયો ત્યારે યુવતી ડ્રાઇવિંગ કરતી વખતે વીડિયો શૂટ કરી રહી હતી. સોમવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં યુવતી રિવર્સ ગિયરમાં ગાડી ચલાવી રહી હતી અને ભૂલથી અકસ્માતે એક્સિલરેટર દબાવી દીધું હતું.


બાદમાં કાર 300 ફૂટ ઉંડા ખાઇમાં પડતાં યુવતીનું મોત થયું હતું. ખુતબબાદ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના બપોરે સુલીભંજન વિસ્તારમાં બની હતી. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, યુવતી કાર ચલાવતી વખતે વીડિયો શૂટ કરી રહી હતી. મળતી માહિતી મુજબ જ્યારે શ્વેતા સુરવસેનો મિત્ર શિવરાજ મુલે વીડિયો શૂટ કરી રહ્યો હતો ત્યારે તેણે કાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. દુર્ભાગ્યવશ, જ્યારે કાર રિવર્સ ગિયરમાં હતી, ત્યારે તેણે અકસ્માતે એક્સિલરેટર દબાવી દીધું. જેના કારણે કાર પાછળની તરફ સરકી હતી અને ક્રેશ બેરિયર તોડીને ખાડામાં પડી હતી. જ્યાં કાર ખાડામાં પડી હતી તે સ્થળે પહોંચવામાં બચાવકર્મીઓને એક કલાકથી વધુ સમય લાગ્યો હતો. ઘટના સ્થળે પહોંચ્યા બાદ યુવતીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application