પૂર્વ કચ્છમાં અલગ અલગ ત્રણ જગ્યા પર રમાતી જુગાર પર પોલીસે દરોડા પાડયા હતા. જે દરોડામાં પોલીસે અંજારનાં ભીમાસર, નવાગામ અને રાપરમાં જુગાર રમતા ૧૪ જુગારીઓને રોકડા રૂપિયા ૫૬,૨૨૦ અને ૭ મોબાઈલ ફોન સહીત કુલ રૂપિયા ૮૩,૭૨૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનવા અંગે મળતી માહિતી અનુસાર, અંજારના ભીમાસર ગામે તળાવ પાસે હુસેનશાપીરની દરગાહની બાજુમાં રમાતી જુગાર પર અંજાર પોલીસે દરોડો પાડયો હતો.
જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૬ શખ્સોને રોકડા રૂપિયા ૩૧,૧૨૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. તો બીજી બાજુ અંજાર અંજારનાં નવાનગર રેલવે પાટા પાસે જુગાર રમતા ૪ શખ્સોને રોકડા રૂપિયા ૧૩,૪૦૦/- સાથે અંજાર પોલીસે ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે ચાર મોબાઈલ ફોન સહીત કુલ રૂપિયા ૨૫,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ રાપરમાં દુધ ડેરી વિસ્તારમાં રમાતી જુગાર પર રાપર પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોમાંથી ત્રણને રોકડા રૂપિયા ૧૧,૭૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે ત્રણ મોબાઈલ ફોન સહીત કુલ ૨૬,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500