Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ દરોડામાં જુગાર રમતા ૧૨ જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ

  • September 01, 2024 

ભાવનગરનાં મહુવા તાલુકાના મોટા ખુંટવડા અને ઉગલવાણ ગામે પોલીસે દરોડા પાડી ૧૨ જુગારીઓને જુગાર રમતા ઝડપી લઈ રોકડ, જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા. પ્રથમ બનાવની મળતી વિગત મુજબ મહુવાના ઉગલવાણ ગામે બીલા જવાના રસ્તે સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમી રહેલા સાગર પરશોત્તમભાઈ ચાવડા, રાજુ ગોબરભાઈ ચાવડા, સંજય જીલુભાઈ મકવાણા, જગદીશ નારણભાઈ ચાવડા અને ભાવેશ નારણભાઈ ચાવડા નામના પાંચ શખ્સને મોટા ખુંટવડા પોલીસે ઝડપી લઈ રોકડ, ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


બીજા બનાવમાં મહુવાના મોટા ખુંટવડા ગામે ઉગલવાણ ચોકડી પાસે જેસર રોડ પર સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા વલ્લભ મગનભાઈ હડિયા, દિલીપ વલ્લભભાઈ હડિયા, ગોપાલ મંસારામભાઈ ગોંડલિયા, મગન આણંદભાઈ જીંજાળા, લાલા બાઘાભાઈ કાછડ, મંસારામ આત્મારામ ગોંડલિયા અને ઘનશ્યામ મનુભાઈ ધાનકવાડિયા નામના સાત જુગારીને મોટા ખુંટવડા પોલીસે રોકડ, ગંજીપાના સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News