માંડવી તાલુકાનાં કરંજ ગામની સીમમાં કીમ માંડવી માર્ગ પરથી બોલેરો પીકઅપમાં ખીંચોખીંચ ભરેલ ૯ જેટલા પાડીયાને પોલીસે છોડાવ્યા હતા. બનાવ અંગે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી ચાર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, માંડવી પોલીસની ટીમે બુધવારે રાત્રે પેટ્રોલીંગમાં હતી તે સમયે કરંજ ગામની સીમમાં હરિયાલ પેટ્રોલપંપ પાસે એક સફેદ રંગનો બંધ બોડીનો બોલેરો પીકઅપ પોલીસની PCR વાન જોઈને ઝડપથી હંકારતા પોલીસને શંકા ગઈ હતી.
પોલીસે પીકઅપને ઓવરટેક કરી રોક્યો હતો અને તપાસ કરતા પીકઅપની પાછળના ભાગે ખીચોખીચ પશુઓ ભરેલા હતા. કુલ નવ ભેંસનાં પાડિયા હતા. પોલીસે ચાલક અઝહર સકિલ અહમદ અન્સારી અને ક્લીનર સાગર સૌરાભાઈ બિસોઈ (બંને રહે.પાલોદ ગામ, સપના નગર સોસાયટી, કીમ ચાર રસ્તા, માંગરોળ)ની ધરપકડ કરી હતી. માંડવી પોલીસે ધરપકડ કરીને પૂછપરછ કરતાં આ પાડીયા કતલ કરવાના ઈરાદે માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામના ફરીદભાઈ મચ્છીવાળાના ઘરેથી ભર્યા હતા અને તે કીમ ચોકડી ખાતે લઈ જવાના હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ૪૫ હજારની કિંમતના પાડીયા, ૫ હજારની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ ૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500