સુરતમાં વિદ્યાર્થી સાથે યૌનશોષણનો મામલે આખરે યૌન શોષણ કરનાર આચાર્યની અટકાયત કરવામાં આવી છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલ મનપા શાળા નંબર 300ના આચાર્ય નિશાંત વ્યાસની અટકાયત કરાઈ છે. અગાઉ વિદ્યાથી સાથે યૌન શોષણનો વીડિયો વાયરલ થયો હતો.વીડિયો વાયરલ થતા લોકો પણ આ આચાર્ય માટે ફિટકાર વરસાવી હતી. જોકે પ્રિન્સિપાલ નિશાંત વ્યાસને કારણે પાલિકાની પ્રાથમિક શાળાની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા હતા.
જેના ભાગરૂપે પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ આ મુદ્દો ચગ્યો હતો અને સામાન્ય સભામાં પણ આ મુદ્દો ગુંજયો હતો. તેમજ આપ પાર્ટી દ્વારા કડકમાં કડક સજા થાય તેવી માંગ કરીને વિરોધ પ્રદશન કર્યું હતું. જોકે આ યૌન શોષણ મુદ્દો ગરમ બનતા આખરે પોલિસે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application