ગુજરાત પોલીસે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાંથી 41 હજારથી વધુ મહિલાઓ ગુમ થવાના અહેવાલ પર મૌન તોડતું નિવેદન બહાર પાડ્યું છે. ગુમ થયેલ મહિલાનો અહેવાલ ગુજરાત પોલીસનો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું કે રિપોર્ટમાં માત્ર ગુમ થવાનો આંકડો જ દર્શાવવામાં આવ્યો છે. ગુજરાત પોલીસનો દાવો છે કે 94.90% ટકા મહિલાઓ મળી આવી છે. પાંચ વર્ષમાં 41621 ગુમ થયાનો રિપોર્ટ વાયરલ સામે આવ્યો છે.
ગુજરાત પોલીસે ટ્વિટના માધ્યમથી કરી આ સ્પષ્ટતા
હાલમાં અમુક સમાચાર માધ્યમોમાં Nation Crime Record Bureau (NCRB)ના આંકડાના હવાલાથી ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ૪૧ હજાર મહિલાઓ ગુમ થઇ હોવાના સમાચાર પ્રકાશિત થયેલ છે. આ માહિતી અધૂરી અને માટે ગેરમાર્ગે દોરનારી છે. વર્ષ ૨૦૧૬-૨૦૨૦માં ગુજરાતમાંથી ૪૧૬૨૧ મહિલાઓ ગુમ થયેલ હતી.પરંતુ આ પૈકી ૩૯૪૯૭ મહિલાઓને (૯૪.૯૦%) પરત મળી આવેલ છે અને તેમના પરીવાર સાથે છે. આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેની ખરાઇ NCRBના પોર્ટર્લ પરથી પણ કરી શકાય છે. આમ જે સમાચાર અમુક માધ્યમોમાં પ્રકાશીત થયેલ છે તે અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છે. એમ સ્પષ્ટતા કરી હતી.
ગુજરાત પોલીસે સ્પષ્ટતા વ્યક્ત કરી
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 41 હજારથી વધુ મહિલાઓ ગુમ થવાના અહેવાલો પર ગુજરાત પોલીસે સ્પષ્ટતા વ્યક્ત કરી છે કે, એ વાત સાચી છે કે ગુમ થવાના ઘણા અહેવાલો નોંધાયા હતા પરંતુ તેમાંથી 94.90% મળી આવ્યા છે. હવે તેઓ પરિવાર સાથે રહે છે.આમ કેટલાક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર અધૂરા અને ભ્રામક છે. ગુજરાત પોલીસે એમ પણ કહ્યું છે કે પોલીસ ગુમ થયેલા કેસોની તપાસ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરીને કરી શકે છે. આ સંબંધિત ડેટા નેશનલ પોર્ટલ પર ફીડ કરવામાં આવે છે. જેને અન્ય રાજ્યોની પોલીસ પણ ટ્રેક કરીને જોઈ શકે છે.
વર્ષ પ્રમાણે આ પ્રકારે મહિલાઓ ગુમ થઈ પરંતુ પરત કેટલીક આવી તેનો ઉલ્લેખ બાબતે કરી સ્પષ્ટતા
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, 2016માં 7,105, 2017માં 7,712, 2018માં 9,246 અને 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. જ્યારે વર્ષ 2020માં 8,290 મહિલાઓ ગુમ થઈ હતી. પાંચ વર્ષમાં તેમની કુલ સંખ્યા વધીને 41,621 થઈ ગઈ છે. કેટલી મહિલાઓ મળી અને પરિવાર સુધી પહોંચી તેનો રિપોર્ટમાં ઉલ્લેખ નથી. ગુજરાત પોલીસે ટ્વીટ કરીને આ મુદ્દે સ્પષ્ટતા આપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500