વાલોડના મોરદેવી અને દેલવાડા વિસ્તારમાંથી મોટાપાયે માટી ખનન કરી અનેક ટ્રકો રોયલ્ટીપાસ વિના જ માટી ભરી જિલ્લા બહાર બારડોલી જેવા શહેર અને તેની આસપાસ લઇ જતી હોવાના અહેવાલ તાપી જિલ્લાની નંબર વન ન્યુઝ વેબસાઈટ www.tapimitra.com તા.૮મી જાન્યુઆરી નારોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા,
જોકે નફફટ તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતા ભૂસ્તર વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ભૂસ્તર વિભાગના જવાબદાર અધિકારી અને કર્મચારીઓના છુપા આશીર્વાદથી જ તાપી જિલ્લાની ખનીજ સંપતી લુટાઈ રહી છે, સીધી કહ્યું તો, મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, ત્યારે આ સમગ્ર મામલે તાપી એસીબી દ્વારા સ્થળ તપાસ કરી ભૂસ્તર વિભાગના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરે તેવી માગ ઉઠવા પામી છે. જોકે એસીબી વિભાગને ફરિયાદ જોઈતી હોય તો તાપીમિત્રનો સંપર્ક સાધી શકે છે.
તાપી જિલ્લા ભૂસ્તર વિભાગના મેળાપીપણામાં મોટાપાયે ચાલતી રોયલ્ટી ચોરીનો પર્દાફાશ વર્ષ ૨૦૧૮માં સોનગઢના ઘાસીયામેઢામાં તાપી નદી કિનારે એસીબીએ પોતાના કાફલા સાથે દરોડા પાડી ભૂસ્તર વિભાગમાં ચાલતી લાલીયાવાડીનો પર્દાફાશ કર્યો હતો,તે સમયે ભૂસ્તર વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે એક ખુબજ અસરકાર કામગીરી કરવામાં આવી હતી.ત્યારે એકવાર ફરી એસીબી વિભાગ વાલોડના મોરદેવીગામમાં ચાલતા માટી ખનન પ્રવૃત્તિ પર દરોડા પાડી સમાજમાં એક અસરકાર કામગીરી કરી બતાવે તે જરૂરી બન્યું છે.
બારડોલી શહેર વિસ્તારથી તાપીના વાલોડ જેવા જે ગામો નજીક પડે છે તે ગામોમાંથી પુષ્કળ પ્રમાણમાં માટી ખનન થાય છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પંથકના વિવિધ વિસ્તારોમાં તંત્રની મીઠી નજર હેઠળ રોયલ્ટી પાસ મંજુરીની આડમાં મોટાપાયે માટી ચોરી કૌભાંડ ચાલી રહ્યુ છે.
તાપી જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા દેખાડવા પૂરતી આપવામાં આવેલ રોયલ્ટી પાસ મંજુરીની આડમાં વાલોડના મોરદેવી અને દેલવાડા વિસ્તારમાંથી મોટાપાયે માટી ચોરી કૌભાંડ ચાલી રહ્યુ છે. વાલોડ-બારડોલી માર્ગ માટી ભરી દોડતી અનેક ટ્રકો રોયલ્ટી પાસ વિના જ માટી જિલ્લા બહાર સપ્લાય કરી રહી છે, અનેક ટ્રકો જેમકે યુપી,રાજસ્થાન,મહારાષ્ટ્ર,દાદરાનગર જેવા રાજ્ય બહારની પાર્સીંગ ધરાવતી ટ્રકો છે. આવી ટ્રકો શંકાના દાયરામાં આવી છે, સ્થાનિકો અનુસાર માટી ખનનમાં અન્ય વિસ્તારમાંથી ચોરી કરાયેલી ટ્રકો માટી ચોરી જેવા કામોમાં ઉપયોગમાં લેવાતી હોવાની શંકા વ્યક્ત કરી છે.ત્યારે એસીબી વિભાગની સાથેસાથે પોલીસ અને આરટીઓ વિભાગ પણ તપાસ કરી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500