Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

PBKS vs SRHની મેચમાં પાંચમી ઓવરના બીજા બોલે શિખર ધવનએ કરી ભૂલ

  • April 11, 2024 

પંજાબ કિંગ્સના સુકાની શિખર ધવને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે એવી ભૂલ કરી હતી જેની તેના જેવા અનુભવી ખેલાડી પાસેથી અપેક્ષા રાખવામાં આવતી નથી. પંજાબ કિંગ્સ સામે ધવન 16 બોલમાં માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે ધવન સ્ટમ્પ આઉટ થયો હતો, તે પણ 140 કિમી. પ્રતિ કલાકના ઝડપી બોલ પર. હા, ભુવનેશ્વર કુમારના બોલ પર ધવને પોતાની વિકેટ ગુમાવી હતી અને આમાં સૌથી મોટી ભૂમિકા હેનરિક ક્લાસેને ભજવી હતી, જેની વિકેટકીપિંગને દુનિયા સલામ કરી રહી છે. ક્લાસેનનું બેટ પંજાબ સામે કામ ન કરી શક્યું પરંતુ તેણે પોતાની વિકેટ કીપિંગથી બધાના દિલ જીતી લીધા.


ભુવનેશ્વર કુમાર 5મી ઓવરમાં બોલિંગ પર આવ્યો અને વિકેટકીપર ક્લાસેનને ધવન માટે સ્ટમ્પ પાસે બોલાવ્યો. ભુવનેશ્વર કુમારની આ રણનીતિએ ધવન પર દબાણ વધાર્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વિકેટકીપરના સ્ટમ્પની પાસે ઉભા રહેવા છતાં ધવન ભુવીના બોલને આગળ રમ્યો હતો. ધવનને આગળ વધતો જોઈ ભુવીએ ખૂબ જ ઝડપી ગતિએ બોલને ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો અને પંજાબનો કેપ્ટન આ બોલ રમવાનું ચૂકી ગયો. ધવન ક્રિઝ પર પરત ફરે તે પહેલા જ ક્લાસને તેને સ્ટમ્પ કરી દીધો હતો. ભુવીના 140 kphની ઝડપે નાખેલા બોલ પર ક્લાસને જે રીતે બોલ પકડ્યો અને સ્ટમ્પ કર્યો એ ખરેખર અદ્ભુત હતો. 


તમને જણાવી દઈએ કે શિખર ધવને આ સિઝનમાં ધીમી શરૂઆત કરી છે. આ ડાબોડી બેટ્સમેન અત્યાર સુધી 5 મેચમાં માત્ર 152 રન જ બનાવી શક્યો છે. ધવનની એવરેજ 30.4 છે પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ 125 છે, જે ઓપનર માટે ઘણો ઓછો છે. પંજાબની ટીમ આશા રાખશે કે ધવન કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કરીને તેના ખેલાડીઓને પ્રેરણા આપે. જો આપણે મેચની વાત કરીએ તો તેમના યુવા બેટ્સમેન નીતિશ રેડ્ડીએ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે શાનદાર બેટિંગ કરી હતી. આ 20 વર્ષના ખેલાડીએ 37 બોલમાં શાનદાર 64 રન બનાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application