Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશ્વમાં ટોપનાં 10 પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી પ્રથમ સ્થાને, બીજા સ્થાને પાકિસ્તાનનું લાહોર અને કોલકાતા છે ત્રીજા સ્થાને

  • November 06, 2023 

ભારત સહિત દુનિયાના ઘણાબધા દેશો પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. આ વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે એટલું વધી રહ્યું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દિલ્લી-NCR સહિત દેશના અનેક શહેરોમાં હવા ઝેરી બની છે. વિશ્વનાં ટોપનાં 10 પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. આ લીસ્ટમાં દિલ્હી પ્રથમ સ્થાને છે, બીજા સ્થાને પાકિસ્તાનનું લાહોર છે. ટોપના 5 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે. સ્વિસ ગ્રુપ IQ air દ્વારા વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી બહાર પાડવામાં આવે છે. આ ગ્રુપ વાયુ પ્રદૂષણના આધારે હવા ગુણવત્તા સૂચકાંક તૈયાર કરે છે. આ યાદીમાં દિલ્હી, મુંબઈ અને કોલકાતા સૌથી ખરાબ વાતાવરણવાળા 10 શહેરોમાં સામેલ છે. આ યાદીમાં 519 AQI સાથે દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જોવા મળી રહ્યું છે. આ પછી પાકિસ્તાનનું લાહોર 283ના AQI સાથે બીજા સ્થાને છે. ત્યારબાદ કોલકાતા 185 AQI સાથે ત્રીજા સ્થાને છે. મુંબઈ 173 AQI સાથે ચોથા સ્થાને છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application