Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છેલ્લા બે મહિનાથી દેશનાં મૂડી બજારમાં પી-નોટસ મારફતનાં રોકાણમાં વધારો જોવા મળ્યો

  • May 31, 2023 

છેલ્લા બે મહિનાથી દેશના મૂડી બજારમાં પાર્ટિસિપેટરી નોટસ (પી-નોટસ) મારફતના રોકાણમાં વધારો જોવા મળી રહ્યો છે. પી-નોટસ મારફતનો રોકાણ આંક એપ્રિલના અંતે વધી રૂપિયા ૯૫,૯૧૧ કરોડ રહ્યો હતો એમ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આંકડા જણાવે છે. દેશના અર્થતંત્રમાં મજબૂતાઈને પગલે વિદેશી રોકાણકારો મૂડી બજારમાં રોકાણ કરવા આકર્ષાઈ રહ્યા છે. નવેમ્બર, ૨૦૨૨માં જોવાયેલા રૂપિયા ૯૬,૨૯૨ કરોડના આંક બાદ પી-નોટસ મારફતનો રોકાણ આંક એપ્રિલ અંતમાં સૌથી વધુ જોવો મળ્યો છે.




ભારતમાં સીધું રજિસ્ટ્રેશન કર્યા વગર મૂડી બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો મારફત રોકાણ કરતા રોકાણકારોને તેમના રોકાણ સામે વિદેશી રોકાણકારો પી-નોટસ જારી કરે છે. જોકે આ માટે રોકાણકારોએ કેટલાક નિયમોનું પાલન કરવાનું રહે છે. પી-નોટસ રૂટ મારફત વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટીઝ, ડેબ્ટ સાધનો તથા હાઈબ્રિડ સિક્યુરિટીઝમાં રોકાણ કરી શકે છે. વર્તમાન વર્ષનાં માર્ચના અંતે રૂપિયા ૮૮,૬૦૦ કરોડની સરખામણીએ પી-નોટસ મારફતનો રોકાણ આંક એપ્રિલનાં અંતે રૂપિયા ૯૫,૯૧૧ કરોડ રહ્યો હોવાનું પણ સેબીના આંકડા જણાવે છે.




રૂપિયા ૯૫,૯૧૧ કરોડમાંથી રૂપિયા ૮૬,૨૨૬ કરોડ ઈક્વિટીઝમાં, રૂપિયા ૯૫૮૬ કરોડ ઋણ સાધનમાં તથા રૂપિયા ૧૦૦ કરોડ હાઈબ્રિડ સિક્યુરિટીઝમાં રોકવામાં આવ્યા હતા. એપ્રિલમા સતત બીજા મહિને પી-નોટસ રોકાણમાં વધારો જોવા મળ્યો છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારત હાલમાં વિદેશી રોકાણકારો માટે એક સાનુકૂળ મથક બની રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application