Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છેલ્લા ચાર વર્ષમાં એટીએસે 4285 કરોડનું ડ્રગ્સ અને હેરોઇન ઝડપી પાડયુ

  • May 08, 2023 

ઓખાના દરિયાઇ વિસ્તારમાંથી 200 કરોડની કિંમતનું 40 કિલો ડ્રગ્સ ઉપરાંત 6 પિસ્તોલ મેગેઝીન સાથે દસ પાકિસ્તાનીઓની એટીએસ અને કોસ્ટગાર્ડે ડિસેમ્બર 2022માં પકડયા હતા.જે કેસની તપાસ કેન્દ્રના ગૃહવિભાગ દ્વારા નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એનઆઈએ)ને સોંપવામાં આવી હતી. એનઆઈએના અધિકારીઓ ગુજરાત એટીએસ પાસેથી તપાસના દસ્તાવેજો મેળવી લીધા છે અને આગામી દિવસોમાં કોર્ટમાંથી આરોપીઓની પુછપરછ કરવા માટે પરવાનગી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના દરિયાઇ વિસ્તારમાંથી એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 200 કરોડના 40 કિલો ડ્રગ્સ અને 10 પાકિસ્તાની પાસેથી 6 પિસ્તોલ અને 120 કારતૂસ 28મી ડિસેમ્બર 2022ના રોજ કબ્જે કર્યા હતા.


પકડાયેલા દસ પાકિસ્તાનીઓની તપાસમાં બહાર આવ્યુ હતુ કે, ડ્રગ્સ તથા ગેરકાયદે હથિયારોનો જથ્થો પાકિસ્તાનમાં રહેતો ડ્રગ્સ માફ્યિા હાજી સલીમ બલોચે મોકલ્યો હતો. પાકિસ્તાનના પશની બંદરેથી આ જથ્થો નીકળ્યો હતો અને ડ્રગ્સ અને હથિયાર પંજાબ તથા ઉત્તર ભારતમાં મોકલવાના હતા.જેની તપાસ કેન્દ્ર સરકારે એનઆઈએને 9મી માર્ચના રોજ સોપવા હુકમ કર્યો હતો. આ પછી એનઆઈએના અધિકારીઓએ ગુજરાત એટીએસ પાસેથી તપાસના દસ્તાવેજો મેળવી લીધા છે.છેલ્લા ચાર વર્ષમાં એટીએસે 4285 કરોડનું ડ્રગ્સ અને હેરોઇન ઝડપી પાડયુ છે. આ ઉપરાંત આ કેસોમાં કુલ 116 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 16 ઇરાની, 5 અફ્ઘાની, 1 નાઇઝેરિયન, અને 49 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application