Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Gujarat : રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૫.૭૭ લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી

  • September 25, 2022 

રોજગાર કચેરીઓ દ્વારા યુવાનોને રોજગારી આપવા બાબતે ગુજરાતે સમગ્ર દેશમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે વર્ષ-૨૦૧૭-૨૦૧૮ થી ૨૦૨૧-૨૨ દરમ્યાન ગુજરાતમાં ૧૫,૭૭,૦૬૮ યુવાનોને રોજગારી આપવામાં આવી છે.તે પૈકી રાજ્યમાં ૬૪૦૭ ભરતી મેળાના આયોજન થકી ૮,૭૦,૨૬૨ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન રોજગાર કચેરીઓ દ્વારા ૧,૨૯,૦૩૬ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. તે પૈકી ૮૪,૬૫૪ યુવાનોને ૯૩૦ ભરતી મેળાના આયોજન થકી રોજગારી આપવામાં આવી છે.જે અંતર્ગત વડોદરા જિલ્લામાં ૩૮ ભરતીમેળા થકી ૩૮૩૫ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે .




ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના રોજગાર મહાનિયામક દ્વારા ઓગસ્ટ -૨૦૨૨ માં પ્રસિદ્ધ થયેલ એમ્પ્લોયમેન્ટ એક્સ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ -૨૦૨૧ મુજબ વર્ષ ૨૦૨૦ મા રોજગાર કચેરીઓ દ્વારા સમગ્ર દેશમાં આપવામાં આવેલ ૩.૦૮ લાખ યુવાનોને રોજગારી માંથી ગુજરાત ૨.૩૨ લાખ યુવાનોને રોજગારી આપી સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.



       

Ministry of statistics and programme implementation ( MOSPI ) ભારત સરકાર દ્વારા થતા Periodic Labour Force Survey માં બેરોજગારીના દર અંગેની ગણના થાય છે.જેનો અધ્યતન વાર્ષિક અહેવાલ જુલાઈ -૨૦૨૧ માં પ્રકાશિત થયો છે. સર્વેનો સમયગાળો જુલાઈ -૨૦૧૯ થી જુન -૨૦૨૦ સુધી હતો. જેમાં અલગ - અલગ વયમર્યાદા માટે સર્વે હાથ ધરવામાં આવે છે.જેમાં ૧૫-૨૯ વયમર્યાદામાં થયેલ સર્વે અનુસાર ભારતનો બેરોજગારીનો દર ૧૫ ટકા છે જયારે ગુજરાતમાં માત્ર ૫.૮ ટકા જ છે.જે દેશના તમામ રાજ્યો કરતા સૌથી નીચો છે.૧૫-૫૯ વયમર્યાદામાં થયેલ સર્વે અનુસાર ભારતનો બેરોજગારીનો દર ૫.૨ ટકા છે જ્યારે ગુજરાતમાં માત્ર ૨.૨ ટકા જ છે.જે દેશના તમામ રાજ્યો કરતા સૌથી નીચો છે. ૧૫ કે તેથી વધુ વય માટે થયેલ સર્વે અનુસાર ભારતનો બેરોજગારીનો દર ૪.૮ ટકા છે, જયારે ગુજરાતમાં માત્ર  બે ટકા જ છે.જે દેશના તમામ રાજ્યો કરતા સૌથી નીચો છે.તમામ વય માટે થયેલ સર્વે અનુસાર ભારતનો બેરોજગારીનો દર ૪.૮ ટકા છે,જ્યારે ગુજરાતમાં માત્ર બે ટકા જ છે.જે દેશના તમામ રાજ્યો કરતાં સૌથી નીચો છે.



       

લશ્કર,અર્ધલશ્કરી દળોમાં ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં રાજયવ્યાપી ૨૭૧ તાલીમવર્ગોના આયોજનથી ૭,૪૫૪ ઉમેદવારોને શારીરિક તથા લેખિત કસોટી અંગેની સધન તાલીમ આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલા સંરક્ષણ ભરતી મેળામાં રાજ્યની રોજગાર કચેરીઓના પ્રયત્નોને કારણે ૩,૮૩૪ ઉમેદવારો પસંદગી પામ્યા છે.“રોજગાર સેતુ” પ્રોજેકટ હેઠળ રાજ્યના યુવાનોને કોલ સેન્ટરના માધ્યમથી કોઈપણ જિલ્લાની અભ્યાસલક્ષી,રોજગારલક્ષી તથા સરકારી યોજનાની માહિતી ટેલિફોનીક માધ્યમથી મેળવી શકે તે માટે દેશમાં સૌપ્રથમ વખત “ રોજગાર સેતુ ” પ્રોજેકટ જાન્યુઆરી -૨૧ થી અમલમાં છે. આ સેવાનો આજ દિન સુધી એક લાખથી પણ વધારે યુવાનોએ લાભ લીધો છે .



       

“ અનુબંધમ ” વેબપોર્ટલ તથા મોબાઇલ એપ્લિકેશન ગુજરાતના યુવાનોને રોજગારી આપવા તથા નોકરીદાતાઓને તેમની જરૂરીયાત મુજબનું માનવબળ ઓનલાઈન વ્યવસ્થાથી પુરી પાડવાના શુભ આશયથી  અનુબંધમ વેબપોર્ટલ તથા મોબાઇલ એપ વિકસાવવામાં આવી છે.આ વેબપોર્ટલ થકી રોજગારવાંચ્છુ ઉમેદવારો ઓનલાઈન નામ નોંધણી,ઉપલબ્ધ રોજગારીની તકો, ખાલી જગ્યાઓ સામે ઉમેદવારી નોંધાવી રોજગારી, શૈક્ષણિક લાયકાત તથા સ્કીલ પ્રમાણે નોકરી શોધી શકે છે.આ ઉપરાંત  ઓનલાઇન એકનોલેજમેન્ટ લેટર મેળવી શકે છે.નોકરીદાતાઓ પણ તેમની સંસ્થાનું ઓનલાઈન નોંધણી કરી શકે છે તેમની સંસ્થામાં રહેલી ખાલી જગ્યાની નોંધણી કરી જરૂરીયાતની લાયકાત મુજબના યુવાનોને શોધીને મેચમેકીંગ કરી શકે છે. યુવાનોનું ઇન્ટરppવ્યુ ગોઠવી રોજગારી માટે પસંદગી કરી શકે છે. અનુબંધમ  વેબ પોર્ટલમાં હાલની સ્થિતિએ ૨,૬૯,૩૮૧ ઉમેદવારોની તથા ૪૦,૯૧૯ નોકરીદાતાઓની નોંધણી થઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application