રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 154 તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો, જેમા સૌથી વધુ વલસાડનાં ઉમરગામમાં નોંધાયો હતો. રાજ્યમાં હજૂ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વિધિવત રીતે રવિવારે ચોમાસાનું આગમન થઈ ગયુ હતું જેના પગલે છેલ્લા ત્રણ દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે ગતરોજ અમદાવાદ સહિત અનેક જગ્યાએ અનરાધાર વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 154 તાલુકમાં વરસાદ નોંધાયો હતો જેમા સૌથી વધુ વલસાડનાં ઉમરગામમાં સવા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજ તરફ રાજ્યમાં આગામી 30 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગતરોજ અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ. જોકે બપોર બાદ કાળાં ડિબાંગ વાદળો સાથે શહેરના થલતેજ, એસજી હાઇવે, બોપલ, જુહાપુરા, વેજલપુર, શિવરંજની સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.
ભારે વરસાદને પગલે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમજ ઓછી વિઝિબ્લિટીને કારણે વાહનોમાં લાઈટ ચાલુ રાખવી પડી હતી. આ ઉપરાંત વડોદરામાં પણ મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે નડિયાદમાં ફક્ત 3 કલાકમાં સાંબેલા ધાર 4 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે જ દક્ષિણ ગુજરાતમાં યલો તેમજ વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત વડોદરા, છેટાઉદેપુર, ભરૂચ, સુરત, આણંદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી તારીખ 30 સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500