Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં 602 નવા કેસ નોંધાયા, 5 લોકોનાં મોત

  • January 03, 2024 

દેશમાં ફરી એકવાર કોરોના ડરામણો સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું દેખાય છે. આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. દેશમાં એક દિવસમાં નવા 602 કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 602 નવા કેસ સામે આવ્યા. જોકે 5 લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં કોરોનાના કુસ એક્ટિવ કેસની સંખ્યા પણ હવે 4440 થઈ ચૂકી છે. માહિતી અનુસાર એક દિવસ પહેલા એટલે કે, તારીખ 2 જાન્યુઆરીએ 573 નવા કેસ નોંધાયા હતા. જોકે બે લોકો મૃત્યુ પામ્યા હતા. તેના પહેલા 1 જાન્યુઆરીએ દેશમાં 636 નવા કેસ સામે આવ્યા હતા અને 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી બાજુ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત નીપજ્યું, જ્યારે કુલ 148 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application