અંકલેશ્વર તાલુકાનાં નવાગામ કરારવેલ ગામ પાસે મૂળ રાજકોટના ખેડૂતે એક એકર જમીનમાં 30 હજાર બેગની ક્ષમતા વાળા શેડમાં મશરૂમની ખેતી કરી છે. ખાતર દવા, પાણી અને માટીનો ઉપયોગ કર્યા વગર મશરૂમની એક નહિ પણ ૫-૫ જાતની ખેતી કરી અનોખી સિધ્ધિ મેળવી છે તેઓએ રાજ્યના 25 જેટલા ખેડૂતો ને મશરૂમ ની ખેતી માટે વિના મુલ્યે ટ્રેનિંગ આપી મશરૂમની ખેતી તરફ વાળ્યા છે. ખેતીએ માનવ જીવન ટકાવી રાખવા માટેની આ ધરતી પરની સૌથી મોટી અને મહેનત માંગી લેતી કવાયત છે. પરંતુ કેટલાક એવા ધરતીપુત્રો પણ છે, જે પરંપરાગત ખેતીથી જરા દૂર હટીને નવતર પ્રકારની ખેતી કરે છે અને દુનિયાને નવું ઉત્પાદન આપે છે.
કંઈક આવા જ પ્રકારની નવતર ખેતીમાં મૂળ રાજકોટ અને હાલ અંકલેશ્વર નવાગામ કરારવેલ ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ પટેલ ધોરણ ૪ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ પરંપરાગત ઢબ ની ખેતી છોડી ટૂંકા ગાળાની ખેતી તરફ વળી વધુ આવક આપતી ખેતી તરફ ડગ માંડી મશરૂમની ખેતી તરફ ડગ માંડી ચંદીગઢ ખાતે મશરૂમની ખેતીની તાલીમ મેળવી. અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામ પાસે રમેશ પટેલે એક એકર જમીનમાં ભારતનું સૌથી મોટું મશરૂમ ફાર્મ ઉભું કરવા 30 હજાર બેગની ક્ષમતાવાળો શેડ ઉભો કરીને મશરૂમની ખેતીની શરૂઆત કરી.કાચી સામગ્રી તરીકે સોયાબિન ઘઉં, મગ, ડાંગર, તુવેરના ભુસામાંથી કોઈ પણ એક ધાનનું ભુસુ મંગાવીને આ ભુસામાં સમપ્રમાણમાં કળીચૂનો, અને થોડું પાણી ઉમેરી પલાળી તૈયાર કરવામાં આવે છે.
બાદ આ ભુસાને પ્લાસ્ટિકની બેગમાં ભરી દેવામાં આવે છે અને બેગમાં કાણાં પાડવામાં આવે છે બાદ . તેમાં મશરૂમનું બિયારણ નાખવામાં આવે છે. એ બેગને શેડમાં બનાવેલ દોરીના સ્ટેન્ડમાં લટકાવવામાં આવે છે. જેમાં ૨૫ દિવસ બાદ મશરૂમના અંકુર ફૂટે છે અને બાકીના ત્રણ દિવસમાં મશરૂમ ૧૦૦ ગ્રામ થી લઇ ૧ કિલોગ્રામ નું તૈયાર થઈ જાય છે. તેઓએ મશરૂમની ખેતીમાં ખાતર દવા પાણી અને માટીનો ઉપયોગ કર્યો નથી.તેઓએ મશરૂમ ની ૫ જાતિની ખેતી કરી રહ્યા છે. જેમાં બ્લ્યુ ઓસ્ટર, પિન્ક ઓસ્ટર, યલો ઓસ્ટર, વાઈટ ઓસ્ટર અને સજર કાજુ ઓસ્ટર મશરૂમનો મબલખ પાક લઇ રહ્યા છે.
મશરૂમને શ્રમજીવી પાસે તોડાવીને ખુલ્લામાં સૂકવવામાં આવે છે. દોઢ દિવસમાં સુકાઈને મશરૂમ તૈયાર થઈ ગયા બાદ તેઓ દક્ષિણ ભારત, આસામ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સામાં મશરૂમના પાકનું વેચાણ કરી રહ્યા છે.તેઓ સૂકી મશરૂમ પ્રતિ કિલો ૭૦૦ થી ૮૦૦ રૂપિયા ભાવે વેચાણ કરી રહ્યા છે. વર્ષમાં ૫ વાર લેવાતા પાકમાં એક વખતમાં ૬ લાખનો નફો સાથે એક વર્ષમાં ૨૫થી 30 લાખનો ચોખ્ખો નફો મળે છે. ધોરણ ૪ સુધી ભણેલા રમેશ ભાઈ પટેલે રાજ્યના ૨૫થી વધુ ખેડૂતોને વિનામુલ્યે મશરૂમની ખેતીની ટ્રેનિંગ આપી છે. તેઓને બિયારણથી માંડી ઉત્પાદિત મશરૂમના પાકના વેચાણ માટે પણ મદદરૂપ થઇ રહ્યા છે.
સાથે તેમના ફાર્મમાં ૨૫ જેટલી મહિલાઓને રોજગારી પણ પુરી પડી રહ્યા છે. ટૂંકમાં અંકલેશ્વરના મશરૂમ વિદેશમાં પણ જશે જે માટે જરૂરી મંજૂરી પણ તેઓએ મેળવી લીધી છે એટલે અંકલેશ્વરના મશરૂમનો સ્વાદ વિદેશના લોકો પણ માણી શકશે મશરૂમમાં 79 પ્રોટીન 85 ટકા પાણી છે. મશરૂમમાં પોટેશિયમ, વિટામિન-ડી, ફાઇબર, સિલી નિયમ જેવા પોષક તત્વ પણ હોય છે. તે પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. કેટલાક પ્રકાર એવા છે જે ડીએનએને થતા નુકસાનને અટકાવીને કેન્સર સામે રક્ષણ આપતી દીવાલ રચે છે. તેમજ અન્ય રોગો માટે લાભકારી માનવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500