Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 138 ગામોમાં ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ યોજાયો

  • August 11, 2023 

જિલ્લાનાં ૩૮૫ ગામોમાં વીરોને નમન કરવાનો ભાવ દર્શાવતી શિલા ફલકમ બનાવવામાં આવી ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર દેશ સહિત વલસાડ જિલ્લામાં મુખ્ય ૫(પાંચ) થીમ આધારિત "મારી માટી મારો દેશ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. "માટીને નમન, વીરોને વંદન" થીમ પર યોજાયેલા આ કાર્યક્રમનો તા.૦૯મી ઓગસ્ટથી વલસાડ જિલ્લામાં શુભારંભ થયો હતો. વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કા રૂપે બુધવારે ૧૩૮ ગામોમાં કલસ્ટર પ્રમાણે વર્ગ-૧ના અધિકારીઓ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, ગામના સરપંચ અને વડીલો તેમજ નિવૃત્ત સૈનિકો અને શહિદોના પરિવારજનોની ઉપસ્થિતમાં "મારી માટી મારો દેશ" કાર્યક્રમ દેશભક્તિના રંગે યોજાયો હતો. જિલ્લાના ૩૮૫ ગામોમાં માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર વીરોને નમન કરતી શિલા ફલકમ બનાવવામાં આવી છે.



ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા સાથે ગામમાં રેલી કાઢવામાં આવી હતી. જે શિલા ફલકમ સ્થળે પહોંચી હતી જ્યાં ગામના વડીલો અને અધિકારી-પદાધિકારીની ઉપસ્થિતિમાં મહાનુભાવોએ હાથમાં દીવો લઈ વીરોને વંદન કર્યુ હતું. જિલ્લાના કુલ ૪૭૦ ગામમાં અમૃત વાટિકા બનાવવામાં આવી છે. જે પૈકી આજે ૧૩૮ ગામમાં ૭૫ વૃક્ષો રોપી માટીને નમન અને વીરોને વંદન કરાયુ હતું. બાદમાં પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ઉજાગર કરી હતી. મહાનુભાવના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, "મારી માટી મારો દેશ" કાર્યક્રમ માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા દેશભરમાં યોજાઈ રહ્યો છે.



આ માટે વલસાડ જિલ્લાના તમામ ૪૭૦ ગામોમાં દરેક ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલિકામાં મુખ્યત્વે ૦૫ (પાંચ) થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગ્રામ કક્ષાએ એકત્રિત થયેલી માટી તાલુકા કક્ષાએ કળશમાં પહોંચાડવામાં આવશે. કળશ સાથે વલસાડ જિલ્લાના ૬ તાલુકામાંથી ૬ યુવાનો તેમજ પ (પાંચ) પાલિકામાંથી પાંચ યુવાન કર્તવ્ય પથ નવી દિલ્હી સુઘી જશે અને આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃત વાટીકા બનાવીને માતૃભૂમિના નિર્માણ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોને શ્રધ્ધાંજલી અર્પણ કરવાના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં સહભાગી બનશે. કર્તવ્ય પથ દિલ્હી ખાતે તા. ૨૯થી ૩૦ ઓગસ્ટ દરમિયાન મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સમાપન કરાશે. તમામ નાગરિકો પોતાની સેલ્ફી લઈ વેબસાઈટ https://merimaatimeradesh.gov.in/ ઉપર અપલોડ કરી વીરો શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં પોતાની ભાગીદારી નોંધાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application