વ્યારા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા નગરપાલિકા હોલમાં યોજાય હતી અને આ સમિતિમાં 21 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે દિલીપભાઈ જાદવ, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે મૃણાલભાઈ જોષી, નગર આયોજન અને નગર વિકાસ સમિતિના ચેરમેન તરીકે દુર્ગાબેન ગામીત, ગટર સમિતિમા ચેરમેન રાકેશભાઈ ચૌધરી, આરોગ્ય નગર સફાઈ સમિતિમા ચેરમેન પરેશભાઈ શાહ, વોટર વર્કર્સ અને ફાયર ફાઈટર ડિઝાસ્ટર સમિતિમા ચેરમેન તરીકે સંજયભાઈ સોની, મહિલા કલ્યાણ સમિતિના ચેરમેન નયનાબેન ગામીત, સાહિત્ય અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન દ્રષ્ટિબેન અનમોલા, જીમખાના ઓડિટોરિયમ રમતગમત સમિતિના ચેરમેન રતિલાબેન ચૌધરી, રોશની સમિતિમા પ્રીતિબેન ગામીત, શોપિંગ સેન્ટર ભાડા આકરણી વેરા વસુલાત સમિતિમા જયેશભાઈ રાઠોડ, બાળ કલ્યાણ સમિતિમા કિતાબેન ચૌધરી, લારી-ગલ્લા દબાણ સમિતિમા નીલાબેન પ્રજાપતિ, બાગ અને સામાજિક વનીકરણ સમિતિમા પ્રીતિબેન શાહ, જાહેર સુશોભન સમિતિમા રીનાબેન પટેલ, કાયદા સમિતિમા ચેરમેન તરીકે કુલીનભાઈ પ્રધાન, સિનિયર સિટીઝન અને કલ્યાણ સમિતિમા ચેરમેન નિમિષાબેન તારસાડિયા વાહન વ્યવહાર નિયંત્રણ સમિતિમા દયારામભાઈ ભોઈ, નાણાં અને આયોજન સમિતિમા કલ્પેશભાઈ ઢોડિયા, પસંદગી સમિતિ-મહેકમ સમિતિમા રિતેશભાઈ ઉપાધ્યાય, લાઇબ્રેરી સમિતિમા સુધીરસિંહ ચૌહાણની ચેરમેનપદ પર તથા દરેક સમિતિઓમા સભ્યોના સમાવેશ થયો હતો.
જયારે સમિતિઓની રચના તેમજ જરૂરી વિગતો પ્રમુખે રજૂ કરી હતી. વિવિધ સમિતિઓની રચના બાદ બે મહિલા સભ્યોએ પોતાની નિમણુંક સામે વાંધો ઉઠાવી ચેરમેનપદથી રાજીનામું આપી દીધું હતું. જેમાં નગરપાલિકાના સભ્ય નિમિષાબેન તરસાડીયાએ નવી સમિતિની રચનામા સિનિયર સિટીઝન સમિતિમાં ચેરમેન તરીકે સમાવેશ કર્યો હતો પરંતુ નિમિષાબેનએ સિનિયર સિટીઝન સમિતિના ચેરમેનપદથી રાજીનામું આપી દેતા જણાવ્યું હતું કે, વ્યારા નગરપાલિકામા અનુસૂચિત જાતિની મહિલા બેઠક પરથી એકમાત્ર ચૂંટાયેલ દલિત મહિલા છે. જોકે સમિતિઓની રચનામા મોટાભાગે મહત્વના પદો બિનદલિત બિન આદિવાસીઓને ફાળવેલ છે જેમાં વાંધો હોવાની વ્યથા તેમણે ઠાલવી હતી અને સિનિયર સિટીઝનના ચેરમેનપદ પરથી રાજીનામું આપી તથા બાકીની સમિતિઓમા સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. જયારે બીજા સભ્યની વાત કારીએ તો, શહેરી સુશોભન સમિતિ ચેરમેન તરીકે રીનાબેન પટેલની વરણી થતા તેઓએ પણ સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું અને અનિવાર્ય સંજોગોને કારણે સમિતિના ચેરમેન પદેથી રાજીનામું જ્યારે પાલિકાના સભ્ય પદે રહી પાર્ટીની ગરિમા વધારીશુંની વ્યથા મહિલા સભ્યએ ઠાલવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500