ભરૂચનાં શેરપુરા રોડ ઉપર આવેલ આમેના પાર્ક સોસાયટીમાં રહેતા મહમદ હુશેન જાન મહમંદ શેખ પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન તેઓના ઘર પાસે રહેતા સલમાબેન આવ્યા હતા અને તેઓના બાજુવાળા અકરમ ભાઈ તેઓની ફોર વ્હીલ ગાડી પુરપાટ ઝડપે ચલાવી લાવી અથાડી હેરાન કરે છે જેથી તેઓના પુત્રને ફોન કરી માંગ્યો હતો જે બાદ અકરમ, બાબુ અકરમ અને શીરીનબેન અકરમ ત્રણેય મહમદ હુશેન જાન મહમંદ શેખને ત્યાં ઘસી આવ્યા હતા અને માથાકૂટ કરી ઝઘડો કર્યો હતો.
આ ઝઘડામાં રોષે ભરાયેલા ઈસમોએ લોખંડની પાઈપ અને લાકડાનાં સપાટા વડે હુશેન શેખ અને સલમાબેન તેમજ તૌસીફને માર માર્યો હતો. જયારે સામે પક્ષના મહમદ અકરમ અલી અહેમદ મનિહારએ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓના પત્ની સાથે સુરતથી પોતાના ઘરે આવતા હતા તે દરમિયાન સોસાયટીમાં રહેતા સલમાબેનના ઘરની બહાર ખુરસી મુકેલ હતી જે હટાવવાનું કહેતા માથાકૂટ થઇ હતી આ ઝઘડામાં સલમાબેન અને તૌસીફ તેમજ મહમદ હુશેન શેખએ લાકડાના સપાટા મારી માર માર્યો હતો મારામારી અંગે શહેર બી ડીવીઝન પોલીસે સામસામે મારામારી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application