નર્મદાના નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામના એક ખેડૂત નરેન્દ્રસિંહ હિમંતસિંહ ગોહિલ ના ખેતર માં એક કેળના છોડમાં બે લૂમ નિકળતા તેને જોવા લોકોમાં ભારે કુતુહલ જાગ્યું હતું.
સ્થાનિક ખેડૂતોના મતે આવો કિસ્સો ભાગ્યેજ જોવા મળતો હોય છે કેમકે આમ જોવા જઈએ તો એક છોડ માં એકજ લૂમ આવતો હોય છે પરંતુ હાલ આ કિસ્સામાં કુદરતી બે લૂમ જોવા મળતા એક ચમત્કાર ગણી શકાય, માટે જો આવા ચમત્કારિક છોડનું સંશોધન કરવામાં આવે તો કેળની ખેતીમાં એક નવી ક્રાંતિ આવી શકે તેમ છે. અને જો આમ છોડ ઉપર બે લૂમ થશે તો ખેડૂત નું ઉત્પાદન વધશે અને આવક પણ બમણી થશે.
જેમાં ખાસ જોઈએ તો ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે આ બાબત ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે તેમ હોય માટે આ બાબતે જો લાગતા વળગતા ખાતા દ્વારા સંશોધન કરવામાં આવે તો એ ધરતીપુત્રો માટે જરૂર ફાયદાકારક સાબિત રહેશે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500